આખો દેશ રામભરોસે ચાલી રહ્યો છે : દિલ્હી હાઈકોર્ટ
- દેશમાં ઓક્સિજન-દવાઓની અછત દૂર કરવા સરકારે શું કર્યું : સુપ્રીમનો સવાલ
- વડાપ્રધાનની ઓક્સિજનની અછત મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠકની ચર્ચામાં રાજ્યોને ઉત્પાદન વધારવાની તાકીદ
- ગૃહ મંત્રાલયે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કર્યો રાજ્યોને ઓક્સિજનના ટેન્કર ન અટકાવવા આદેશ
- ઓડિશાથી હવાઈ માર્ગે ઓક્સિજન લાવવા સીએમ કેજરીવાલના પ્રયાસો
નવી દિલ્હી :દિલ્હીમાં હોસ્પિટલોમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ઓક્સિજનની અછત મુદ્દે ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે એવું લાગે છે, જાણે દેશ રામભરોસે ચાલી રહ્યો છે. આ સાથે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો હતો કે દિલ્હીમાં ઓક્સિજનનો જથ્થો સરળતાથી મળે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરો. દિલ્હીને પૂરતો જથ્થો ન મળતો હોવાની અરજી થઈ પછી હાઈકોર્ટે કેન્દ્રની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે ઓક્સિજનની અછત મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. કેન્દ્ર સરકારને ઓક્સિજનની અછત બાબતે અને આગામી આયોજન બાબતે જવાબ આપવાનો આદેશ કર્યો હતો.
કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હીને મળતો ઓક્સિજનનો જથ્થો વધારવા છતાં દિલ્હીની નાની હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઈ છે. દિલ્હીની દરરોજની જરૂરિયાતના પ્રમાણમાં ઓછો ઓક્સિજનનો જથ્થો મળતો હોવાથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી થઈ હતી.
સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીના બીજા વેવને રાષ્ટ્રીય કટોકટી ગણાવી હતી અને તાકીદના પગલાં ભરવા પર ભાર મૂક્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં વેદાંતા ગ્રુપે અરજી કરી હતી. વેદાંતા ગ્રુપે તમિલનાડુમાં આવેલા સ્ટરલાઈટ કોપર પ્લાન્ટને ખોલવાની મંજૂરી માગી હતી. એ પ્લાન્ટમાં ઓક્સિજનનું ઉત્પાદન કરીને દેશના આરોગ્ય ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી ઓક્સિજનની અછતને દૂર કરવા મદદરૂપ થવાનું અરજીમાં કહેવાયું હતું. તમિલનાડુ સરકારના વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો અને પ્લાન્ટ ખોલવા ન દેવાની દલીલો કરી હતી. એ અરજીના સંદર્ભમાં થયેલી સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કોરોનાને રાષ્ટ્રીય કટોકટી ગણાવીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર આ બાબતે જવાબ આપવા જણાવ્યું હતું.
દરમિયાન દિલ્હીને પૂરો પાડવામાં આવતો ઓક્સિજનનો જથ્થો હરિયાણા અને ઉત્તર પ્રદેશ સરકારો દ્વારા અટકાવવામાં આવ્યો હોવાના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આક્ષેપો કર્યા હતા. આ સંદર્ભમાં હાઈકોર્ટે અન્ય રાજ્યો દ્વારા ઓક્સિજનનો પૂરવઠો અટકાવવામાં ન આવે અને નેશનલ કેપિટલને વિનાવિઘ્ને ઓક્સિજનનો જથ્થો મળી રહે તે માટે કેન્દ્રને આદેશ આપ્યો હતો. તેના જવાબમાં કેન્દ્ર વતી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકાર યોગ્ય પગલાં ભરી રહી છે. જો કોઈ જથ્થો અટકાવશે તો તેની સામે પગલાં પણ ભરાશે.
સુપ્રીમ કોર્ટે ઓક્સિજનની અછત અને દવાની અછત બાબતે પૂછ્યું હતું કે આગળની શું યોજના બનાવાઈ રહી છે? શું કેન્દ્ર સરકાર ટૂંકાગાળામાં અછત દૂર કરી શકે તેમ છે? વેક્સિનેશન મુદ્દે સરકાર કેવી રીતે આયોજન કરી રહી છે? મુખ્ય ન્યાયધીશ એસ. એ. બોબડેએ કહ્યું હતું કે અમે આ મુદ્દે રાષ્ટ્રીય યોજના શું છે તે જાણવા માગીએ છીએ. રેમડિસિવિર- ઓક્સિજનની અછત બાબતે દેશની છ હાઈકોર્ટમાં અરજી થઈ છે. તે પછી સુપ્રીમે સુઓ મોટો અંતર્ગત પણ સરકારને જવાબ પાઠવવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓક્સિજનની અછત મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક સંબોધી હતી. વર્ચ્યુઅલ બેઠકમાં વડાપ્રધાન મોદીએ ઓક્સિજનની સપ્લાય બાબતે રાજ્યોની સ્થિતિ જાણી હતી. ઉત્પાદન વધારવાની તાકીદ કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓક્સિજનની સપ્લાયને સરળ બનાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરીને ઓક્સિજનની સપ્લાય અટકાવનારા સામે આ એક્ટ અંતર્ગત પગલાં ભરવાનું નોટિફિકેશન જારી કર્યું હતું. રાજ્યો ઓક્સિજનનો જથ્થો અટકાવે છે અને પાડોશી રાજ્યો સુધી જથ્થો પહોંચતો ન હોવાથી ફરિયાદ ઉઠી તે પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો હતો. રાજ્યો વચ્ચે ઓક્સિજનનો જથ્થો બીજા રાજ્યમાં જતો ન અટકાવે તેવી તાકીદ પણ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કરી હતી.
દરમિયાન કર્ણાટકે પણ કેન્દ્ર સરકાર પાસે ૧૫૦૦ મેટ્રિક ટન ઓક્સિજન અને રેમડેસિવિરનો જથ્થો માગ્યો છે.
સુપ્રીમના ચાર સવાલ
- ઓક્સિજન અછત દૂર કરીને પૂરવઠો સરળ બનાવવા બાબતે શું આયોજન છે?
- દવાઓની અછત દૂર કરવા અને પૂરવઠો પૂરો પાડવા કેવું આયોજન હાથ ધરાયું છે?
- વેક્સિન આપવાની પદ્ધતિ અને પ્રક્રિયા કેવી છે? આગળનું આયોજન કેવી રીતે થશે?
- લોકડાઉન બાબતે કેવી નીતિ અપનાવવામાં આવી રહી છે?