×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'આખા ભારતમાં આઝાદીને દબાવી દેવાઈ', કલમ 370 મુદ્દે કોંગ્રેસના મોદી સરકાર સામે પ્રહાર


કોંગ્રેસના સિનીયર નેતા પી. ચિદમ્બરમે આજે સરકાર પર સમગ્ર ભારતમાં સ્વતંત્રતાનું દમન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર કહે છે કે કલમ 370 નાબૂદ થવાથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ આવી છે. જ્યારે સમગ્ર ભારતમાં આઝાદીને દબાવી દેવામાં આવી છે. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં લોકોનું સૌથી દમન થઇ રહ્યું છે.

કલમ 370 બાદ જમ્મુ અને કાશ્મીર વિકાસના માર્ગ પર: સરકાર

ગઈકાલે કલમ 370 નાબૂદ કરવાની વર્ષગાંઠના અવસર પર, સરકારે હાઇલાઇટ કર્યું કે, આ ઐતિહાસિક નિર્ણયથી જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ અને વિકાસ થયો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શ્રીનગરમાં કહ્યું હતું કે કલમ હટાવ્યા બાદ સૌથી મોટો ફેરફાર એ છે કે જમ્મુ-કાશ્મીરના સામાન્ય લોકો તેમની ઈચ્છા મુજબ જીવન જીવી રહ્યા છે.

કોંગ્રેસે લગાવ્યો આ ગંભીર આરોપ

આનો વિરોધ કરતાં ચિદમ્બરમે કહ્યું કે, સરકાર અને જમ્મુ અને કાશ્મીરના એલજી કલમ 37 નાબૂદ કર્યા પછી રાજ્યમાં જે શાંતિ આવી છે તેની ઉજવણી કરી રહ્યા છે. તેમણે પૂછ્યું કે, જો જમ્મુ-કાશ્મીરમાં આટલી બધી શાંતિ છે તો સરકારે મહેબૂબા મુફ્તીને નજરકેદ કેમ કરી? આ ઉપરાંત પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) અને નેશનલ કોન્ફરન્સની ઓફિસો કેમ સીલ કરવામાં આવી છે? તેમણે આરોપ લગાવ્યો કે આખા ભારતમાં આઝાદીને દબાવવામાં આવી રહી છે, પરંતુ જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ગંભીર દમન થયું છે.

ગઈકાલે કલમ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠ હતી

ભાજપે ગઈકાલે શ્રીનગરમાં એક જાહેર સભા દરમિયાન કલમ 370 નાબૂદ કરવાની ચોથી વર્ષગાંઠની ઉજવણી કરી. આ દરમિયાન, નેતાઓએ કહ્યું કે 5 ઓગસ્ટ, 2019 ના નિર્ણય પછી કલમ 370 નાબૂદ કર્યા પછી, જમ્મુ અને કાશ્મીરમાં અભૂતપૂર્વ સ્થિરતાનો સમયગાળો છે. ત્રણ દાયકાની અશાંતિ બાદ આ વિસ્તારમાં જનજીવન સામાન્ય થઈ ગયું છે. રાજ્ય સતત પ્રગતિ કરી રહ્યું છે. શાળાઓ, કોલેજો અને અન્ય જાહેર સંસ્થાઓ ત્રણ વર્ષમાં કાર્યક્ષમ રીતે કામ કરી રહી છે. પથ્થરમારો ભૂતકાળ બની ગયો છે. હવે ખીણના લોકોને પણ દેશના અન્ય પ્રાંતોના લોકો જેટલો જ અધિકાર છે.