×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આઈપીએલ : દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી હરાવ્યું

બ્રેબોર્ન, તા. ૨૭

લલિત યાદવ (૩૮ બોલમાં ૪૮*) અને અક્ષર પટેલે (૧૭ બોલમાં ૩૮*) પાંચ ઓવરમાં અણનમ ૭૫ રનની ભાગીદારી કરતાં દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામેની આઇપીએલ ટી-૨૦માં ૪ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો. જીતવા માટેના ૧૭૮ રનના ટાર્ગેટનો પીછો કરતાં દિલ્હીએ ૯.૪ ઓવરમાં ૭૨ રનમાં ચાર વિકેટ ગુમાવી ત્યારે તેમની હાર નિશ્ચિત લાગતી હતી.

જોકે લલિત અને અક્ષરની જોડીએ આક્રમક બેટીંગને સહારે બાજી પલ્ટી નાંખી હતી. દિલ્હીએ ૧૮.૨ ઓવરમાં જ છ વિકેટે ૧૭૯ રન કરતાં મેચ જીતી લીધી હતી. અગાઉ મુંબઈએ ઈશાન કિશનના ૪૮ બોલમાં ૧૧ ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ ૮૧ રનની મદદથી પાંચ વિકેટે ૧૭૭ રન કર્યા હતા. કેપ્ટન રોહિતના ૪૧ રન હતા. કુલદીપ યાદવની ત્રણ અને ખલીલ અહમદની બે વિકેટ હતી.