×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આઈટીના દરોડામાં રૂ 2000 કરોડથી વધુની ચોરી પકડાવાની શક્યતા


- ગોલ્ડ માઈન સિક્યોરિટીઝ અને સિલ્વર ઓક પર આવકવેરા અધિકારીઓએ ગાળિયો કસ્યો

- પગારની રકમમાં પણ ચેકથી આપી રોકડમાં પરત લેવાના કિસ્સાઓ પકડાયાઃ સીએને અને લૉન્ડરિંગ કરનારાઓને બેન્ક ખાતાઓ ખોલી આપવામાં એક્સિસ બેન્કના મેનેજરની પણ સંડોવણી

- અનરજિસ્ટર્ડ બાનાખતમાં રોકડથી આપેલી રકમ અને ચેકથી આપેલી રકમ બંનેનો ઉલ્લેખ કરાયો હોવાના પુરાવાઓ પણ હાથ લાગતા ચોરીની રકમનો અંદાજ આવ્યો

- આ રીતે મોટી રકમના વહેવારો થયા હોવાના આધારો મળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રજિસ્ટર્ડ એનરેગ્નાઈઝ પોલિટીકલ પાર્ટીઓને આપવામાં આવેલા ડોનેશનના નાણાં 

અમદાવાદ :રજિસ્ટર્ડ અનરેકગ્નાઈઝ પોલિટિકલ પાર્ટિઓ અને તેમને ડોનેશન આપનારા વ્યક્તિગત અને કોર્પોરેટ કરદાતાઓ તથા તેમની સાથે ભળેલા ચાર્ટર્ડ એકાઉન્ટ્સની ચોરીનો આંકડો રૃા. ૨૦૦૦ કરોડથી ઉપર થઈ જવાની સંભાવના હોવાનો નિર્દેશ આવકવેરા ખાતાના સૂત્રોએ આજે આપ્યો હતો. બીજીતરફ અમદાવાદના એજ્યુકેશન સેક્ટરની સંસ્થા સિલ્વર ઓકમાં પગાર ના નાણાં ચેકથી આપીને રોકડેથી પાછા લેવાનું કૌભાંડ પણ બહાર આવ્યું છે. બીજીતરફ ગોલ્ડમાઈન સિક્યોરીટીઝના વાંધાજનક ટ્રાન્ઝેક્શનના મોટા વહેવારો દર્શાવતા દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા છે. એમસીએક્સ ગોલ્ડમાં કરેલા કેટલાક વહેવારો શંકાસ્પદ હોવાનું આવકવેરા અધિકારીઓના ધ્યાનમાં આવી ગયું હોવાનું આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે. ગોલ્ડમાઈન સ્ટોક્સમાં એમસીએક્સના ગોલ્ડમાં મોટી રકમના બિલના મોટા સોદાઓ થયા હોવાનો નિર્દેશ આવકવેરા ખાતાને મળ્યો હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. આ બિલ સામે ચેક લઈ મેળવેલું સોનું જ્વેલર્સને વગર બિલથી વેચી દઈને ટેક્સની ચોરી કરવામાં આવી છે. 

પણ આ  જ રીતે ફેરવવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.આ વહેવારોને લગતા દસ્તાવેજી પુરાવાઓનું આગામી દિવસોમાં વિશ્લેષણ થતાં મોટી રકમની ચોરી પકડાવાની સંભાવના છે. તેના પર વ્યાજ અને દંડની રકમનો ઉમેરો કરવામાં આવે તો રૃા. ૨૫૦૦ કરોડથી વધુ રકમની ટેક્સચોરી પકડાવાની શક્યતા છે.

બીજીતરફ મની લૉન્ડરિંગ માટે બેન્ક ખાતાઓ ખોલી આપવામાં એક્સિસ બેન્કના મેનેજર લેવલની વ્યક્તિની અને અન્ય અધિકારીઓની સંડોવણી હોવાનું પણ બહાર આવી રહ્યું છે. કોઈ વગદાર વ્યક્તિની સૂચનાથી નાના કે ગરીબ માણસોને નામ તેમના કેવાયસી મેળવીને ખાતાઓ ખોલાવી દેવામાં બેન્ક મેનેજરની સંડોવણી બહાર આવી રહી છે. આ પ્રકારના ખાતાઓમાં કરોડોના વહેવારો થયા હોવાના દસ્તોજી પુરાવાઓ પણ આવકવેરા અધિકારીઓને હાથ લાગ્યા છે. સિલ્વર ઓકના પ્રમોટર્સના જમીન અને મિલકતના મોટી રકમના સોદાઓ દર્શાવતા દસ્તાવેજી પુરાવાઓ હાથ લાગ્યા છે. આ દસ્તાવેજી પુરાવાઓની બારીક ચકાસણી કરવાની સૂચના આપવામાં આવી છે.

એક રિટર્ન ફાઈલ કરીને માંડ બે પાંચ હજારની ફી મેળવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને પણ ડોનેશનના કામ કરવામાં એક ઝાટકો એક બે લાખની આવક થઈ જતી હોવાથી તેઓ મની લૉન્ડરિંગના કામ તરફ વધુ વળ્યા અને ઢળ્યા છે. તેથી પોલીટિકલ પાર્ટી સાથેના ડોનેશનના વહેવારોમાં મોટી સંખ્યામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો પણ સમાવેશ થાય છે. તેમના નામ પણ મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા હોવાના નિર્દેશો મળી રહ્યા છે.  દરોડાનો આરંભ થયા પછી અમદાવાદમાં વધુ છ સ્થળો પર આજે દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં પાડવામાં આવેલા દરોડાની સંખ્યા ૯૦થી વધીને ૯૬ની થઈ છે. તેની સામે ગુજરાતમાં ૧૨૦ સ્થળોમાંથી પાંચથી દસ સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટાઈ છે.

દરોડાની આ કાર્યવાહી પાર પાડવા માટે મુંબઈ અને પૂણેથી આવકવેરા અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે. તેમને આગામી શનિ કે રવિવાર સુધી રોકીને દરોડાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવે તેવી સંભાવના છે.