×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આંદામાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

Image Envato
તા. 9 એપ્રિલ 2023, રવિવાર

હમણા છેલ્લા કેટલાક વર્ષોથી દેશ- વિદેશમાં નાના મોટા ભૂકંપ નોંધાઈ રહ્યા છે. તુર્કી બાદ ભારતના વિવિધ વિસ્તારોમાં નાના મોટા ભૂકંપ આવતા લોકો થથરી રહ્યા છે. જેમા આજે નિકોબાર દ્વીપમાં આજે રવિવારના બપોરના સમયે લગભગ 2.59 કલાકે ભૂકંપ આવ્યો નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જો કે ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપ 10 કિમીની ઊંડાઈએ આવ્યો હતો.


ગત 6 એપ્રિલના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપ આવ્યો હતો

આ અઠવાડિયાની શરૂઆતમાં  6 એપ્રિલના રોજ આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભૂકંપ આવ્યો હતો. એ ભૂકંપની રિક્ટર સ્કેલ પરની તીવ્રતા 4.6 હતી. ભૂકંપ પોર્ટબ્લેરના 140 કિલોમીટર દુર ઈએનઈમાં આવ્યો હતો. જો કે આ વખતે પણ ભૂકંપમાં કોઈ જાનહાનિના અહેવાલ આવ્યા નહોતા.