×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અલ-અક્સા મસ્જિદમાં ઇમામનું વિવાદાસ્પદ નિવેદન: સમલૈંગિકતાને કારણે ફેલાયો ઓમિક્રોન, મુસ્લિમ શાસકોની નિંદા કરી


જેરુસલેમ, તા. 27 ડિસેમ્બર 2021 સોમવાર

પેલેસ્ટાઈનના એક ઈસ્લામિક ઈમામ શેખ ઈસ્સામ અમીરાએ કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ છે કે ઈઝરાયલના મુસ્લિમ શાસકોના ખોટા આચરણના કારણે જ કોરોના વાયરસ અલગ-અલગ રુપમાં ફેલાઈ રહ્યો છે.

જેરુસલેમના અલ-અક્સા મસ્જિદમાં એક સંબોધન દરમિયાન તેમણે કહ્યુ કે શાસક સમલૈંગિકતાની અનુમતિ આપે છે અને નારીવાદી સંગઠનોનુ પાલન કરે છે તેથી કોરોના પોતાના ભારતીય સંસ્કરણ અને ઓમિક્રોન તરીકે સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો છે. અમીરાએ ભારતમાં સૌથી પહેલા ડિટેક્ટ થયેલા કોવિડ વેરિઅન્ટ ડેલ્ટાને ભારતીય વેરિઅન્ટ કહીને સંબોધિત કર્યા છે.

.... તો કોરોના વાયરસ ફેલાત નહીં

સંબોધનનો વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે જેમાં અમીરા લોકોની વચ્ચે ઉભા થઈને મુસ્લિમ શાસક અને મીડિયા પર નિશાન સાધી રહ્યા છે. તે મીડિયાને કાફિર ગણાવતા લોકોને કહી રહ્યા છે કે જે શાસકોના કારણે આ વિપત્તિ આવી છે, તેમના વિરુદ્ધ તમામ મુસલમાનોને એક થવુ જોઈએ.તેઓ એમ પણ કહેતા જોવા મળે છે કે જો સરકાર અને મીડિયા લોકોને વાયરસ વિશે ના જણાવત તો આ વાયરસ ફેલાત નહીં.

અમીરા વીડિયોમાં કહી રહ્યા છે, આ ઘૃણા કેમ ફેલાયેલી છે? કોરોના વાયરસ પોતાના ભારતીય સંસ્કરણ અને ઓમિક્રોન વેરિઅન્ટની સાથે કેમ ફેલાઈ ગયો છે? આ કયા નામ છે, આ રોગ જે અમારા પૂર્વજોને ખબર નહોતી. આનુ કારણ સ્પષ્ટ નથી. અનૈતિકતા લોકોની વચ્ચે આ હદ સુધી ક્યારેય ફેલાઈ નહીં કે તે તમામને જણાવે, તો આ બધી વાતો કોણે ફેલાવી? સામાન્ય લોકોએ? નહીં. આ કાફિર અને લાઈસન્સી મીડિયાનુ કામ છે, જે આ વાતો તમામને જણાવે છે.