×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમે પીડિત પરિવારોના દુઃખમાં તેમની પડખે, બાલાસોર ટ્રેન દુર્ઘટના અંગે જુઓ પીએમ મોદી શું બોલ્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાલાસોર ટ્રેન દુર્ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું. તેમજ ઘટના કેવી રીતે સર્જાય તે મામલે પણ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. ઘટના સ્થળની મુલાકાત બાદ પીએમ મોદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈજાગ્રસ્તોની મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે મિડિયા દ્વારા આ ઘટના અંગે પોતાનું નિવેદન આપતા દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ ઘટનાની તપાસ પર કડક વલણ દ્વારા દોષિતોને આકરી સજા આપવાનું પણ કહ્યું હતું.

દરેક સ્તરની તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી: PM મોદી 

પીએમ નરેન્દ્ર મોદીએ બાલાસોરમાં કહ્યું કે, કેટલાક લોકો, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, આ એક દુઃખદ ઘટના છે. જે લોકો ઘાયલ થયા છે તેમની મદદ કરવામાં સરકાર કોઈ કસર છોડશે નહીં. સરકાર પીડિત પરિવારોના દુઃખમાં તેમની સાથે છે. તેમણે કહ્યું કે, આ ઘટના સરકાર માટે ખૂબ જ ગંભીર છે. દરેક સ્તરની તપાસ માટે સૂચનાઓ આપવામાં આવી છે. દોષિતોને આકરી સજા આપવામાં આવશે. તેને છોડમાં આવશે નહીં.

અમે ઘટનાઓમાંથી શીખીશું અને સિસ્ટમને ઠીક કરીશું: PM મોદી

ઓડિશા પ્રશાસનની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર પાસે જે પણ સંસાધનો ઉપલબ્ધ હતા, તેઓએ બચાવ કામગીરી શરૂ કરી. સંકટની આ ઘડીમાં લોકોએ રક્તદાન, બચાવ કાર્યમાં મદદ કરી. ખાસ કરીને યુવાનોએ આખી રાત મદદ કરી હતી. અહીંના નાગરિકોની મદદને કારણે કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકી છે. કામ ઝડપથી ચાલી રહ્યું છે જેથી બને તેટલી વહેલી તકે ટ્રેકને પુનઃસ્થાપિત કરી શકાય. હું આજે ઘટનાસ્થળે ગયો હતો અને હોસ્પિટલમાં ઈજ્જાગ્રસ્ત સાથે વાત કરી હતી. મારી પાસે આ દર્દને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. ભગવાન એમનેને શક્તિ આપે. અમે ઘટનાઓમાંથી શીખીશું અને સિસ્ટમને ઠીક કરીશું.

કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે વાત કરી 

PM મોદી હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા અને તેમની સ્થિતિ જાણી અને મદદની ખાતરી આપી. આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ સ્થળ પરથી કેબિનેટ સચિવ અને આરોગ્ય મંત્રી સાથે વાત કરી હતી. તેમણે ઈજાગ્રસ્તો અને તેમના પરિવારોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા તેમને જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, શોકગ્રસ્ત પરિવારોને અસુવિધાનો સામનો કરવો ન પડે અને અસરગ્રસ્તોને જરૂરી સહાય મળતી રહે તેની ખાસ કાળજી લેવાવી જોઈએ.