×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમે ખેતરમાં સખત મહેનત કરીએ છીએ અમને કોરોનાનો ડર નથી, કોરોના રસી નહીં લગાવીએ : પ્રદર્શનકારી ખેડૂતો

નવી દિલ્હી, તા. 1 માર્ચ 2021, સોમવાર

દેશમાં ફરી વખત કરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે, જે ચિંતાની વાત છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે આજથી દેશ આખામાં કોરોના રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેની અંદર 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અને 45 વર્ષથી મોટી ઉંમરના બિમાર લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. સરકારી કેન્દ્રો પર આ રસીકરણ ફ્રીમાં થશે અને પ્રાઇવેટ કેન્દ્રો પર 250 રુપિયામાં કોરોના રસીકરણ થશે.

ત્યારે છેલ્લા ત્રણ મહિના કરતા વધારે સમયથી દિલ્હીની સરહદો પર કૃષિ કાયદા સામે પર્દર્સન કરી રહેલા ખેડૂતોએ સોમવારે કહ્યું કે તેમને કોરોના વાયરસનો કોઇ ડર નથઈ અને તેઓ કોરોના રસી પણ નહીં લે. ખેડૂબત નેતાઓએ એવું પણ કહ્યું કે આવું કરતા તેમને કોઇ રોકી નહીં શકે, તેનું કારણ છે કે રસી લેવી કે નહીં તે દરેક વ્યક્તિનો વ્યક્તિગત નિર્ણય છે.

હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હીની ત્રણે બોર્ડર પર બેઠા છે. જેમાંથી મોટાભાગના ખેડૂતો પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના છે. ત્યારે એક તરફ દેશમાં કોરોના ફરી વખત માથુ ઉંચકી રહ્યો છે અને બાજી તરફ હજારોની સંખ્યામાં પ્રદર્શનકારી ખેડૂતો કોરોના રસી લેવાની ના પાડી રહ્યા છે.

ખેડૂત નેતા બલવીર સિંહ રાજવાલ કે જેમની ઉંમર 80 વર્ષ છે તેમણે જણાવ્યું કે તેઓ કોરોના રસી લેવા માટે રસીકરણ કેન્દ્ર પર નહીં જાય. તેમણે આગળ કહ્યું કે અમારે રસી લેવાની કોઇ જરુર નથી કારણ કે અમે કોરોનાને મારી નાંખ્યો છે. ખેડૂતોની રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત છે કારણ કે તેઓ પોતાના ખેતરમાં સખત મહેનત કરે છે. 

આ સિવાય અન્ય એક નેતાએ કહ્યું કે તેઓ કોરોના વેક્સિન નહીં લે અને ખેડૂતોને લેવાનું પણ નહીં કહે. અમને કોરોના વાયરસનો કોઇ ડર છે નહીં. અત્યાર સુધી એક પણ પ્રદર્શનકારી ખેડૂતને કોરોના થયો નથી.