અમેરિકા હદમાં રહે, નહીં તો ભારે પડશે : ચીનની ખુલ્લી ધમકી
- તાઇવાન મુદ્દે અમેરિકાના હસ્તક્ષેપથી ડ્રેગન છંછેડાયુ
- ચીન-રશિયાની મિત્રતાથી કોઇને ખતરો નથી, વિશ્વમાં જેટલી અશાંતિ વધશે ચીન-રશિયાની મિત્રતા તેટલી વધુ મજબૂત બનશે : ક્વિન ગેંગ
- અમેરિકા ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં મિલિટ્રી બ્લોક્સ બનાવી ચીનને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે : ચીનના વિદેશ પ્રધાન
- એક અદ્રશ્ય શકિત યુક્રેનમાં સંઘર્ષ વધારે છે અને પોતાનો ખાસ એજન્ડા પૂરા કરવા માગે છે : અમેરિકાને ચીનનો આડકતરો ટોણો
બેઇજિંગ : અમેરિકા અને ચીનની વચ્ચે સંબધો સામાન્ય રહ્યાં નથી. મંગળવારે ચીનના વિદેશ પ્રધાન ક્વિન ગેંગે અમેરિકા પર અનેક આક્ષેપો કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ઇન્ડો-પેસેફિક ક્ષેત્રમાં મિલિટ્રી બ્લોક્સ બનાવી ચીનને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે.
ચીન-રશિયાની મિત્રતાથી કોઇને ખતરો નથી, વિશ્વમાં જેટલી અશાંતિ વધશે ચીન-રશિયાની મિત્રતા તેટલી વધુ મજબૂત બનશે : ક્વિન ગેંગ આટલું જ નહીં ચીનના વિદેશ પ્રધાને તાઇવાનમાં રેડ લાઇન ક્રોસ કરવા અંગે અમેરિકાને ચેતવણી આપી છે. તેમણે અમેરિકાનું નામ લીધા વગર અજ્ઞાાત શક્તિ પર યુક્રેનમાં યુદ્ધ કરાવી ક્ષેત્રીય તાકાત પ્રાપ્ત કરવાનો પણ આરોપ મૂક્યો હતો. ગયા વર્ષે ચીનના વિદેશ પ્રધાનનું પદ સંભાળનાર ક્વિન ચીનની વાર્ષિક સંસદીય બેઠક પછી પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યાં હતાં. આ પ્રસંગે તેમણે રશિયાનો બચાવ પણ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ચીન-રશિયાની મિત્રતા વિશ્વના કોઇ પણ દેશ માટે ખતરો નથી અને તે કોઇ ત્રીજી તાકાતથી પ્રભાવિત પણ નથી. વિશ્વ જેટલું વધારે અસ્થિર એમે અશાંત હશે ચીન અને રશિયાના સંબધો તેટલા જ મજબૂત બનશે.
તેમણે અમેરિકા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે અમેરિકા દાવો કરે છે કે તેની ઇન્ડો-પેસેફિક રણનીતિ ક્ષેત્રીય સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ છે. જો કે સત્ય એ છે કે આ નાટોનું એશિયા-પેસેફિક વર્ઝન છે અને તે આ વિસ્તારમાં તંગદિલી વધારનારું છે.
ઉલ્લેખનીય છે કે ચીન અમેરિકાની ઇન્ડો-પેસેફિક રણનીતિ અને અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ક્વોડ સમૂહની ટીકા કરતું રહ્યું છે. ચીને જણાવ્યું હતું કે જો વોશિંગ્ટન પોતાની નીતિઓમાં ફેરફાર કરશે નહીં તો સંઘર્ષ પેદા થશે.
અમેરિકા બ્રેક લગાવ્યા વગર ખોટા માર્ગે આગળ વધતું રહેશે તો ડિરેલ થવું નક્કી છે. ઉલ્લેખનીય છે કે ચીન અને અમેરિકાના સંબધ વિભિન્ન મુદ્દાઓ અંગે ઉપર-નીચે રહ્યાં છે. જેમાં કોરોના વાઇરસથી લઇને અમેરિકામાં હાજર ચીનના જાસુસી ફુગ્ગા સહિતની બાબતો સામેલ છે.
ચીન હંમેશાથી રશિયાને હુમલાખોર માનવાનો ઇનકાર કરતો આવ્યો છે. ચીને રશિયા અથવા યુક્રેન બંનેમાંથી કોઇને પણ શસ્ત્રો આપ્યા નથી આમ છતાં અમેરિકા અમને ચેતવણી આપી રહ્યું છે. ક્વિને અમેરિકાનું નામ લીધા વગર જણાવ્યું હતું કે એક અદ્રશ્ય શકિત યુક્રેનમાં સંઘર્ષ વધારી રહી છે અને તેના દ્વારા તે પોતાનો ખાસ એજન્ડા પૂરા કરવા માગે છે.
તાઇવાન અંગે તેમણે જણાવ્યું હતું કે તાઇવાન સાથે જોડાયેલા પ્રશ્રોનો યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આાવે તો તેનાથી ચીન અને અમેરિકા વચ્ચેના સંબધો વધુ ખરાબ થશે.તાઇવાનનો મુદ્દો અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
ક્વિને જણાવ્યું હતું કે અમેરિકા યુક્રેનની સંપ્રભુતા અને તેની ક્ષેત્રીય સુરક્ષાની વાતો કરે છે તો તે ચીનની બાબતમાં આ વાતો કેમ ભૂલી જાય છે? શા માટે અમેરિકા ચીન પર દબાણ કરે છે કે તે રશિયાને શસ્ત્રો ન આપે? જ્યારે તે પોતે તાઇવાનને શસ્ત્રો વેચી રહ્યું છે.
બી-52 બોમ્બર સાથે યુએસ-દક્ષિણ કોરિયાની લશ્કરી કવાયતથી ઉ.કોરિયા લાલઘૂમ
- ઉત્તર કોરિયાના લશ્કરી વડાએ દક્ષિણ કોરિયાની કવાયત દરમ્યાન છોડાયેલા 30 રાઉન્ડને ગંભીર ઉશ્કેરણી ગણાવી
૨૦૨૫ સુધીમાં ઉત્તર કોરિયાના તાનાશાહ કિમની વગદાર બહેન કિમ યો જોંગ યુએસ અને દક્ષિણ કોરિયાને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયા ઝડપથી વળતાં પગલાં લેવા માટે તૈયાર છે. ઉત્તર કોરિયા સામે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા માટે દક્ષિણ કોરિયા અને યુએસ દ્વારા બી-૫૨ બોમ્બર વિમાન સાથે લશ્કરી કવાયત યોજવામાં આવી હતી. બી-૫૨ બોમ્બર પરમાણુ શસ્ત્રો લઇ જવા માટે સક્ષમ છે. બંને દેશોના લશ્કરો આ મહિને રણમેદાનમાં તેમની કવાયત યોજવા માટે પણ તૈયારી કરી રહ્યા છે.
કિમ યો જોંગે ઉત્તર કોરિયા વળતા પગલાં શું ભરશે તે જણાવ્યું નથી પણ આવી કવાયતોના જવાબમાં ઉત્તર કોરિયા મિસાઇલો છોડવા માટે નામચીન છે. જો યોંગે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે યુએસ અને દક્ષિણ કોરિયાના કઠપૂતળી લશ્કર દ્વારા ભરવામાં આવી રહેલા પગલાં પર ઁઅમારી નજર છે અને અમે અમારા જજમેન્ટ અનુસાર કોઇપણ સમયે ઝડપથી પગલું ભરવા માટે સુસજ્જ છીએ.
આ નિવેદન બહાર પડાયું તેના થોડા કલાકો બાદ કોરિયન પિપલ્સ આર્મીના જનરલે જણાવ્યું હતું કે દક્ષિણ કોરિયાના લશ્કરે પાજુ ખાતે તેમની કવાયત દરમ્યાન ૩૦ રાઉન્ડ તોપગોળાંના છોડયા છે તે સશસ્ત્ર ઉશ્કેરણીનું ગંભીર કૃત્ય છે અમે સરહદ નજીક આ કૃત્યો તત્કાળ બંધ કરવાની વિનંતી કરીએ છીએ. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલયે આ નિવેદનનો કોઇ પ્રતિભાવ આપ્યો નથી. ગયા શુક્રવારે દક્ષિણ કોરિયા અને યુએસના લશ્કરે ૧૩થી ૨૩ માર્ચ દરમ્યાન કમ્પ્યુટર સિમ્યુલેટેડ કમાન્ડ પોસ્ટ ટ્રેનિંગ યોજવાની અને છેલ્લે ૨૦૧૮માં થયેલી સ્પ્રિંગ ટાઇમ ફિલ્ડ કવાયત જેવી કવાયત યોજવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે ઉત્તર કોરિયા દ્વારા મોટી સંખ્યાામાં મિસાઇલ પરીક્ષણો કરવામાં આવતાં યુએસ અને દક્ષિણ કોરિયાએ લશ્કરી કવાયતો વધારી છે.
ગયા મહિને કિમ યો જોંગે પ્રશાંત મહાસાગરને ઉત્તર કોરિયાની ફાયરિંગ રેન્જ બનાવી નાંખવાની ધમકી આપી હતી. મંગળવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે જો યુએસ ઉત્તર કોરિયાની આંંતર ખંડીય મિસાઇલને આંતરવાનો પ્રયાસ કરશે તો તેને યુદ્ધની જાહેરાત ગણવામાં આવશે. દક્ષિણ કોરિયાના સમાચાર માધ્યમોનો હવાલો આપી જોંગે જણાવ્યું હતું કે જો ઉત્તર કોરિયા તેની આંતર ખંડીય મિસાઇલનું પરીક્ષણ પેસિફિકમાં કરશે તો તેને યુએસ મિલિટરી દ્વારા તોડી પાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્તર કોરિયાની આંતર ખંડીય મિસાઇલો મોટાભાગે કોરિયન ઉપખંડ અને જાપાન વચ્ચે આવેલા જળવિસ્તારમાં પડે છે.