×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકા, બ્રિટન, જર્મની, રશિયા, યુએઈ… બહુ લાંબુ બની રહ્યુ છે ભારતને મદદ કરનારા દેશોનુ લિસ્ટ


નવી દિલ્હી, તા. 27 એપ્રિલ 2021, મંગળવાર

કોરોનાની ખતરનાક લહેરમાં સપડાયેલા ભારતને હવે દુનિયાભરના દેશો મદદ માટે ઓફર કરી રહ્યા છે.કેટલાકે તો મદદ કરવાનુ શરુ પણ કરી દીધુ છે.

આજે થાઈલેન્ડથી વધુ એક ઓક્સિજન કન્ટેનર ભારતને પહોંચાડવામાં આવ્યુ છે. વાયુસેનાનુ વિમાન આ ઓક્સિજન લઈને આવી પહોંચ્યુ હતુ. આ પહેલા બ્રિટન દ્વારા મોકલવામાં આવેલા 100 વેન્ટિલેટર અને 95 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ભારત આજે આવી પહોંચ્યા છે. ન્યૂયોર્કથી એર ઈન્ડિયાનુ એક વિમાન 318 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ લઈને ભારત આવવા નીકળી ગયુ છે.


આ સિવાય પણ દુનિયાના બીજા દેશો ભારતની મદદ માટે આગળ આવી રહ્યા છે. સિંગાપુરથી વાયુસેનાનુ વિમાન 4 ક્રાયોજેનિક ટેન્કર અને 250 ઓક્સિજન કોન્સન્ટ્રેટર લઈને તાજેતરમાં જ આવ્યુ હતુ. યુએઈએ પણ ઓક્સિજનના સાત ટેન્કર ભારત મોકલ્યા છે.

બ્રિટને 600 જેટલા ઉપકરણો મોકલવાનુ કહ્યુ છે અને હોંગકોંગથી 800 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મોકલવામાં આવી રહ્યા છે. જર્મનથી 23 મોબાઈલ ઓક્સિજન પ્લાન્ટ લાવવામાં આવી રહ્યા છે તો રશિયાએ રેમડેસિવિર અને બીજી મદદ મોકલવાનો વાયદો કર્યો છે.

ફ્રાંસ, યુરોપિયન યુનિયન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પણ મદદ માટે આગળ આવ્યા છે. પીએમ મોદીને જાપાને પણ તમામ મદદ કરવાનો વાયદો કર્યો છે.