×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકા પર 'ઈડલ્યા' વાવાઝોડું ત્રાટકવાનુંં જોખમ, ભારે વરસાદ શરૂ, 193 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે


ફ્લોરિડાના રહેવાસીઓ માટે મુશ્કેલીઓ ઓસરવાનું નામ લઈ રહી લાગતી નથી. મેક્સિકોનો ગરમ પ્રવાહ ફ્લોરિડા ભણી વહેતા હરિકેન ઇડલ્યા વધુ મજબૂત બન્યું છે અને ભારે વરસાદની સાથે જીવલેણ વાવાઝોડું ફૂંકાવવાની સંભાવના વધી ગઈ છે. ફક્ત અમેરિકા જ નહી ઇડલ્યાના લીધે ક્યુબામાં પણ સોમવાર અને મંગળવારે ભારે વરસાદ વરી ચૂક્યો છે. 

ક્યુબામાં પડેલા ભારે વરસાદના લીધે ત્યાં તમાકુ પગવતો પ્રાંત પિનાર ડેલ રિયો પાણીની અંદર હતો અને કેટલાય રહેવાસીઓ વીજળી વગરના હતા. ઇડલ્યા મંગળવારે બપોરે કેટેગરી-ટુ સિસ્ટમ તરીકે મજબૂત બન્યું હતું. તેના લીધે મંગળવાર સાંજથી પ્રતિ કિ.મી. ૧૬૫ની ઝડપે પવન ફૂંકાવા લાગ્યો છે. 

હરિકેન બુધવારે સવારે ત્રાટકવાનો અંદાજ છે. આ સમયે વાવાઝોડનું પ્રતિ કલાક ૧૯૩ કિ.મી.ની ઝડપે બિગ બેન્ડ રિજયન વિસ્તારમાં ત્રાટકી શકે છે. તેના પરિણામે હજી ગયા વર્ષે આવેલા હરિકેન ઇયાનનો સામનો કરીને મોટાપાયા પર નુકસાન વેઠનારા રાજ્યને વધુ મોટો ફટકો પડશે. 

તોલહેસીમાં નેશનલ વેધર સર્વિસે ઇડલ્યાને અચાનક જ ફૂટી નીકળેલા વાવાઝોડા તરીકે ગણાવ્યું છે, કારણ કે બિગ બેનો પછી કોઈપણ મોટા હરિકેન અખાતમાંથી પસાર થયા નથી. બીજી બાજુએ આઇલેન્ડ સેડર કીના કમિશ્નર સ્યુ કોલ્સને દસ્તાવેજો અને અને ઇલેક્ટ્રોનિક્સના પેકિંગ માટે બીજા અધિકારીઓ સાથે જોડાયા હતા. ૯૦૦ રહેવાસીઓને સ્થળ ખાલી કરાવવાના ફરજિયાત હુકમ મળ્યા છે. ડઝનેટ સ્ટેટ ટ્રુપર્સ રહેવાસીઓને ઘરે જઈ-જઈને વાવાઝોડા અંગે ચેતવણી આપી રહ્યા છે. કોલ્સને જણાવ્યું હતું કે અમે બીજી કોઈ ચર્ચા કરતા નથી, ફક્ત એટલું કહીએ છીએ લીવ. હાલમાં ચર્ચા કરવાનો સમય નથી.