×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકા જવા ઈચ્છતા ભારતીયો માટે ખુશખબર, હવે મળશે 'ડ્રોપ બોક્સ' ની સુવિધા


વોશિંગ્ટન, તા. 14 નવેમ્બર 2022 સોમવાર

2023ના ઉનાળા સુધીમાં યુએસ વિઝા જારી કરવા માટેનો વેઈટિંગનો સમયગાળો ઘટવાની અપેક્ષા છે અને વિઝા અરજીઓની સંખ્યા લગભગ 12 લાખ સુધી પહોંચી જવાનુ અનુમાન છે. અમેરિકી દૂતાવાસના એક વરિષ્ઠ અધિકારીએ ગુરૂવારે આ જાણકારી આપી. અધિકારીએ કહ્યુ કે અમેરિકા માટે ભારત (વિઝા જારી કરવાના મામલે) નંબર એક પ્રાથમિકતા છે. અમારો ઉદ્દેશ્ય આગામી વર્ષના મધ્ય સુધી સ્થિતિને પૂર્વ કોવિડ-19 સ્તર પર લાવવાનો છે. તેમણે જણાવ્યુ કે અમેરિકા શરૂઆતમાં ડ્રોપ બોક્સ સુવિધાનો ઉપયોગ કરનારા અરજદારો પર ધ્યાન કેન્દ્રિત કરશે. 

વધુ વાંચો: અમેરિકાની વિઝા-પ્રક્રિયા ૨૦૨૩માં ઝડપી બનશે, અસંખ્ય ભારતીયોને લાભ

તેમણે કહ્યુ કે વિદ્યાર્થીઓના વિઝા માટે રાહ જોવાના સમયમાં ઘટાડાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ખાસકરીને તેમના માટે જે પોતાના વિઝાના અપગ્રેડ માટે વિચારી રહ્યા છે. વિઝા ઈન્ટરવ્યુ વિના અમેરિકી વિઝાના અપગ્રેડ માટે અરજી કરવાની પ્રક્રિયાને 'ડ્રોપ બોક્સ' સુવિધા તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષના સમયગાળાની અંદર અમેરિકી વિઝા માટે અરજી કરનારા અરજદાર ડ્રોપ બોક્સ સુવિધા માટે પાત્રતા ધરાવે છે. ભારત તે અમુક દેશોમાંથી એક છે જ્યાં અમેરિકી વિઝા માટેની અરજીઓમાં કોરોના વાયરસ સંબંધિત મુસાફરી પ્રતિબંધ હટાવ્યા બાદ ખૂબ વધારો જોવા મળ્યો. 


અધિકારીએ કહ્યુ કે વિઝા આપવા માટે વેઈટિંગના લાંબા સમયને ધ્યાનમાં રાખતા અમેરિકા વધુ કર્મચારીઓની ભરતી તથા ડ્રોપ બોક્સ સુવિધાઓને વધારવા સહિત કેટલીક પહેલ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે દર મહિને લગભગ એક લાખ વિઝા જારી કરવાનુ આયોજન છે. અધિકારીએ કહ્યુ કે અમેરિકા પહેલા જ ભારતીયો માટે એચ (એચ1બી) અને એલ શ્રેણીના વિઝાને પોતાની પ્રાથમિકતા તરીકે પસંદ કરી ચૂક્યુ છે અને વિઝાના અપગ્રેડ માટે ઈચ્છુક લોકો માટે તાજેતરમાં લગભગ એક લાખ સ્લોટ જારી કરવામાં આવ્યા હતા.