×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં ભારતીયોએ છઠ પૂજાની ઉમંગભેર ઉજવણી કરી

અમેરિકામાં ભારતીય મૂળના નાગરિકોએ ઉમંગભેર છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. જે રાજ્યોમાં ભારતીય સમુદાય વધારે સંખ્યામાં છે ત્યાં કોરોના પછી પહેલી વખત બધા એકઠા થયા હતા.અમેરિકામાં ભારતીય મૂળના લોકોએ પરંપરાગત રીતે છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી. પરંપરાગત રીતે ધાર્મિક વિધિ કરીને સ્નાન કર્યું હતું. વૉશિંગ્ટન ડીસીમાં જ ૪૦૦ ભારતીય નાગરિકો એકઠાં થયા હતા. એ સિવાય અસંખ્ય લોકો વર્ચ્યુઅલ પ્લેટફોર્મની મદદથી પણ પૂજામાં ભાગીદાર બન્યા હતા. પોટોમેક નદીના કાંઠે છટ્વ પૂજા થઈ હતી.ભારતમાં છઠ્ઠ પૂજાની વિધિ બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશમાં થતી હોય છે. ઘણાં વર્ષોથી અમેરિકામાં રહેતા ભારતીય મૂળના નાગરિકો પણ એ દિવસે પૂજા વિધિ કરે છે. કોરોના મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી મર્યાદિત સંખ્યામાં જ ઉજવણી થતી હતી, પરંતુ કોરોનાનો ખતરો ઘટયો હોવાથી પહેલી વખત આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.વૉશિંગ્ટનમાં ઈન્ડિયન-અમેરિકન કોમ્યુનિટીની આગેવાની કરનારા કૃપા સિંહે કહ્યું હતું કે આવતા વર્ષે છઠ્ઠ પૂજામાં ૮૦૦  કરતાં વધુ લોકો જોડાશે. આ વર્ષે જ વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી લોકો જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે મૂળ યુપી કે બિહારના લોકો સિવાયના ભારતીયો પણ આ ફેસ્ટિવલમાં ભાગીદાર બન્યા હતા એના કારણે ભારતની વિવિધતામાં એકતાના દર્શન થયા હતા.