×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં કોરોના વેક્સિન લઈ ચુકેલા લોકો માસ્ક વગર જ નીકળી શકશે બહાર


- જે વિસ્તારમાં હાલ વેક્સિનેશન ચાલુ છે અથવા તો સરકારે જ્યાં હજુ પ્રતિબંધ મુકેલો છે ત્યાં આ નિયમ લાગુ નહીં થાય

નવી દિલ્હી, તા. 14 મે, 2021, શુક્રવાર

કોરોના સંક્રમણની થપાટ ખાઈ ચુકેલું અમેરિકા હવે તેને માત આપતું નજરે ચડી રહ્યું છે. યુએસ સેન્ટર ફોર ડીસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના કહેવા પ્રમાણે અમેરિકામાં વેક્સિન લઈ લીધી હોય તે લોકો હવે માસ્ક પહેર્યા વગર અથવા તો 6 ફૂટના અંતરથી પોતાની ગતિવિધિઓ કરી શકશે.  

જો કે, આ નિયમ જે વિસ્તારમાં હાલ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે અથવા તો સરકારે જ્યાં હજુ પણ પ્રતિબંધ મુકેલો છે ત્યાં લાગુ નહીં થાય. 

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં મોટા પાયે વેક્સિનેશનની કામગીરી થઈ છે. અમેરિકામાં મોટા ભાગે તમામ વયસ્કોને વેક્સિન આપવાનું કામ પૂરૂ થઈ ચુક્યું છે અને તાજેતરમાં જ બાળકોને વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આ મુદ્દે સીડીસીની ખુલ્લા દિલે પ્રશંસા કરી હતી. બાઈડને કહ્યું હતું કે, મને થોડા સમય પહેલા જ ખબર પડી કે સીડીસીએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોય તે લોકો માટે માસ્કની અનિવાર્યતા હટાવી લીધી છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. એક મહાન દિવસ છે. આપણે દેશમાં મોટા ભાગના અમેરિકનોને ખૂબ જ ઓછા સમયમાં વેક્સિન આપી તેના કારણે જ આ સંભવ બની શક્યું.

બાઈડને કહ્યું કે, છેલ્લા 144 દિવસથી આપણા વેક્સિનેશન કાર્યક્રમે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કામ કર્યું છે. આ અનેક લોકોની આકરી મહેનતના કારણે જ સફળ થઈ શક્યું. વૈજ્ઞાનિક, રિસર્ચર્સ, દવા કંપનીઓ, નેશનલ ગાર્ડ, યુએસ મિલિટરી, ફેમા, તમામ ગવર્નર, ડૉક્ટર, નર્સ વગેરેએ આકરી મહેનત કરી.