×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાનો મોટો દાવો ભારતમાં માનવ અધિકારોની સ્થિતિ ખરાબ, જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ ખરાબ


US ડિપાર્ટમેન્ટે ગઈકાલે માનવ અધિકારના મુદ્દા પર વાર્ષિક વિશ્લેષણાત્મક અહેવાલ બહાર પાડ્યો છે. આ રિપોર્ટમાં તેમણે NCRBના ડેટા જાહેર કરતી વખતે ભારતમાં થઈ રહેલા માનવાધિકારના મહત્વપૂર્ણ મુદ્દાઓ અને દુર્વ્યવહાર વિશે પણ વાત કરી છે.

ભારતના માનવ અધિકારોની પણ કરી નિંદા 

અમેરિકાનો આ રિપોર્ટ એવો દાવો કરે છે કે, 2022માં ભારતમાં ન્યાયિક કસ્ટડીમાં હત્યા, પ્રેસની સ્વતંત્રતા, ધાર્મિક અને વંશીય લઘુમતીઓને નિશાન બનાવતી હિંસા સહિત માનવાધિકાર ઉલ્લંઘનની અનેક ઘટનાઓ જોવા મળી રહી છે.

રશિયા અને ચીનમાં મોટા પાયે માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓ

યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનના વિભાગે વાર્ષિક માનવ અધિકાર અહેવાલ બહાર પાડ્યો છે જે વિશ્વમાં ચાલી રહેલી માનવ અધિકારોની સ્થિતિ વિશે યુએસ સંસદને માહિતગાર કરે છે. આ વાર્ષિક રીપોર્ટમાં ઈરાન, ઉત્તર કોરિયા અને મ્યાનમાર જેવા અન્ય દેશોની સાથે રશિયા અને ચીનમાં મોટા પાયે માનવ અધિકારોના ઉલ્લંઘનની ઘટનાઓની ટીકા કરવામાં આવી છે.

ભારતમાં સત્તાવાર ભ્રષ્ટાચાર માટે જવાબદારીનો અભાવ

આ અહેવાલના ભાગરૂપે ભારતના વિભાગોને લઈ એવો દાવો કરવામાં આવ્યો છે કે, સરકારના તમામ સ્તરે સત્તાવાર ભ્રષ્ટાચાર માટે જવાબદારીનો અભાવ છે, જેથી  ગુનેગારોને સમયસર સજા મળતી નથી. આ સાથે, આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાયદાના અમલીકરણમાં લચીલાપણુ, પ્રશિક્ષિત પોલીસ અધિકારીઓનો અભાવ અને વધુ પડતા ભારણવાળી અને ઓછા સંસાધન ધરાવતી ન્યાયિક સિસ્ટમને કારણે કેસોમાં ગુનેગારો જાહેર થવાનો રેટ પણ ઘણો ઓછો છે.