×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાની સંસદ બહાર વિસ્ફોટકો ભરેલી પીકઅપ ટ્રક મળી આવતા હડકંપ

વોંશિંગ્ટન, 19 ઓગસ્ટ 2021 ગુરૂવાર

અમેરિકાની સંસદ ભવનની લાઇબ્રેરીની બહાર ગુરુવારે પીકઅપ ટ્રકમાં સંભવિત વિસ્ફોટકોના રિપોર્ટની પોલીસ તપાસ કરી રહી છે અને આસપાસની ઇમારતો ખાલી કરાવી દેવામાં આવી છે. કાયદા અમલીકરણ એજન્સીના બે અધિકારીઓએ આ મહત્વની માહિતી એસોસિએટેડ પ્રેસ (એપી) ને આપી છે. સંસદની બહાર વિસ્ફોટકોથી ભરેલી ટ્રકના સમાચાર આવ્યા બાદ સનસનાટી ફેલાઈ ગઈ છે. સંસદ ભવનમાં પોલીસે જણાવ્યું કે અધિકારીઓ સંસદની લાઇબ્રેરી પાસે શંકાસ્પદ વાહનની તપાસ કરી રહ્યા છે. આ ઇમારત સંસદ ભવન અને સુપ્રીમ કોર્ટની નજીકમાં છે.

કાયદા અમલીકરણ અધિકારીઓએ જણાવ્યું કે તપાસકર્તા સ્થળ પર છે અને તે શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઉપકરણ એક વિસ્ફોટક હતું કે નહીં. અધિકારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળે તપાસકર્તાઓ એ નક્કી કરવા માટે કામ કરી રહ્યા છે કે ઉપકરણ વિસ્ફોટક હતું કે નહીં, અને ટ્રકમાં રહેલી વ્યક્તિ પાસે ડિટોનેટર હતું કે નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસે ઘટનાસ્થળે સ્નાઈપર્સ મોકલ્યા છે. પોલીસ વાહનો અને બેરીકેડ દ્વારા વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને પોલીસ તેની જાણકારી આપી રહી છે.

વિસ્ફોટકોની માહિતી મળ્યા બાદ સમગ્ર વિસ્તારને પોલીસની ગાડીઓ અને બેરિકેડથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. આ સિવાય ઘણી ફાયર ટ્રક અને એમ્બ્યુલન્સ પણ ત્યાં તૈનાત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે થોડા મહિના પહેલા જ વોશિંગ્ટનમાં ડેમોક્રેટિક નેશનલ કમિટી અને રિપબ્લિકન નેશનલ કમિટીના હેડક્વાર્ટરમાં એક પાઇપ બોમ્બ મળી આવ્યો હતો. આના એક દિવસ પહેલા ટ્રમ્પના હજારો સમર્થકોએ પણ જાન્યુઆરી મહિનામાં અમેરિકાની રાજધાનીમાં પ્રદર્શન કર્યું હતું.