×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાની દિગ્ગજ IT કંપની ખરીદશે મુકેશ અંબાણી, 60 મિલિયન ડૉલરમાં થઈ શકે ડીલ

image : Wikipedia 

/ Twitter

/ website

મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો તેની વિસ્તરણની યોજના હેઠળ હવે અમેરિકાની દિગ્ગજ આઈટી કંપની Mimosa Networksને ખરીદવાની તૈયારી કરી રહી છે. બંને કંપનીઓની આ ડીલ 60 મિલિયન ડૉલરમાં થઈ શકે છે જે ડેટ-ફ્રી અને કેશ ફ્રીના આધારે થશે. આજે કંપનીએ આ માહિતી આપી હતી.

જિયોની સબ્સિડિયરી કંપનીઓએ કરી જાહેરાત 

એરસ્પાન નેટવર્ક્સ હોલ્ડિંગ્સ અને રેડિસિસ કોર્પોરેશન જે રિલાયન્સ જિયોની સબ્સિડિયરી કંપની છે. આ બંને કંપનીઓએ આ અધિગ્રહણની જાહેરાત કરી છે. કંપનીના નિવેદન અનુસાર રિલાયન્સ જિયો ઇન્ફોકોમ યુએસએ ઈન્ક, જિયોની પૂર્ણ માલિકીની સહાયક કંપની એરસ્પાનની શેરધારક છે અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે. 

આ અધિગ્રહણ બાદ જિયો 5જી એક્સપાન્શનનો પ્લાન ઝડપથી આગળ વધારશે

આ અધિગ્રહણ બાદ જિયો 5જી એક્સપાન્શનનો પ્લાન ઝડપથી આગળ વધારશે. કંપની અનુસાર  Mimosa Networksનું અધિગ્રહણ જિયોની લીડરશીપ અને ઈનોવેશનને આગળ લઈ જશે. કંપનીનું ફોકસ ટેલિકોમ નેટવર્ક પ્રોડક્ટ્સ અને ગ્રાહકો સુધી ક્વૉલિટી પહોંચાડવા પર રહેશે. જિયોએ પહેલા પણ દેશના અનેક ભાગોમાં 5જી સેવા લોન્ચ કરી દીધી છે. એવું મનાય છે કે આ અધિગ્રહણ બાદ કંપની એ ભાગોમાં ક્વૉલિટીને વધુ બહેતર બનાવવાનું કામ કરશે. અગાઉ રિલાયન્સ જિયોની સબ્સિડિયરી કંપની જિયો હેપ્ટિકના માધ્યમથી ChatGPTમાં પણ પગલું મૂકી ચૂકી છે. કંપનીએ દાવો કર્યો છે કે તે એવું ચેટબોટ બનાવશે જે માનવીની જેમ કામ કરશે.