×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાની ડૂબી ગયેલી સિગ્નેચર બેન્કને પણ મળ્યો ખરીદાર, આટલા કરોડમાં ડીલ થવાની શક્યતા


અમેરિકાની બે મોટી બેંકના પર સંકટના સમાચર સામે આવ્યા પછી ઘણા લોકોને અસર થયાના અહેવાલો મળી રહ્યા છે. અમેરિકાની સિગ્નેચર બેંક તાજેતરમાં ખોટમાં ગઈ હતી. હવે તે સંકટના નિવારણ માટે બીજી બેંકે આ બેંકને ખરીદવા માટે હાથ લંબાવ્યો છે. ટૂંક સમયમાં અમેરિકાની સિગ્નેચર બેંક ખરીદવાની ડીલ પૂર્ણ થવાની સંભાવના છે. અત્યારે આ બેંકનું નિયંત્રણ ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યોરન્સ કોર્પના હાથમાં છે.

ટૂંક સમયમાં ફ્લેગસ્ટર બેંક તરીકે ઓળખાશે 

FDICએ તેના નિવેદનમાં કહ્યું છે કે, ન્યૂયોર્ક કોમ્યુનિટી બેંક $ 2.7 બિલિયનના સોદામાં તાળા લાગેલી સિગ્નેચર બેંકનો નોંધપાત્ર ભાગ ખરીદી શકે છે. બેંક આ માટે સંમતી દર્શાવી છે. આ બેંકની 40 શાખાઓ વેચાણ માટે તૈયાર છે અને ટૂંક સમયમાં ફ્લેગસ્ટર બેંક તરીકે નામ આપવામાં આવશે.

કુલ આટલી મિલકત વેચવામાં આવશે

ફ્લેગસ્ટર બેંક કે જે ન્યુયોર્ક કોમ્યુનિટી બેંકની પેટાકંપની છે. આ ડીલમાં સિગ્નેચર બેંકની કુલ સંપત્તિમાંથી $38.4 બિલિયનની ખરીદી થશે. આ સિગ્નેચર બેંકના ત્રીજા ભાગ કરતાં થોડું વધારે છે. FDICએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તે 60 બિલિયન ડોલરની સિગ્નેચર બેંકની લોન મેળવશે નહિ ત્યાં સુધી રીસીવર શરુ રહેશે.

48 કલાકમાં અમેરિકાની બે મોટી બેંકો નિષ્ફળ

સિગ્નેચર બેંક અમેરિકાની બીજી બેંક હતી, જે બેંકિંગ સંકટ વચ્ચે 48 કલાકની અંદર નિષ્ફળ ગઈ હતી. અગાઉ સિલિકોન વેલી બેંકને પણ તાળા લાગ્યા હતા. તે ન્યૂયોર્ક સ્થિત એક મોટી વ્યાપારી ધિરાણકર્તા બેંક હતી. આ બે અમેરિકન બેંકોની નિષ્ફળતા બાદ બિડેન સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે, આ બેંકોના ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. જો જરૂર પડશે તો તેમની જમા રકમ પરત કરવામાં આવશે.