×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાના સાન જોસ ખાતે ગોળીબારની ઘટનામાં 8ના મોત, શકમંદ પણ માર્યો ગયો


- સાંતા ક્લારા કાઉન્ટીના શેરિફ વિભાગને અડીને આવેલા રેલ કેન્દ્ર ખાતે ગોળીબાર

નવી દિલ્હી, તા. 27 મે, 2021, ગુરૂવાર

અમેરિકાના સાન જોસ ખાતે આવેલા રેલ યાર્ડમાં બુધવારે ગોળીબારની ઘટના બની હતી જેમાં 8 લોકોના મોત થયા હતા. સાંતા ક્લારા કાઉન્ટીના શેરિફના પ્રવક્તાએ જણાવ્યું કે, બુધવારે વૈલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી લાઈટ રેલયાર્ડ ખાતે થયેલા ગોળીબારમાં શકમંદ પણ માર્યો ગયો હતો. 

સિલિકોન વેલી ખાતે આવેલા રેલયાર્ડમાં બુધવારે ગોળીબાર થયો હતો જેમાં અનેક લોકો માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા તથા શકમંદ પણ મૃત્યુ પામ્યો હતો. સાંતા ક્લારા કાઉન્ટીના શેરિફ વિભાગને અડીને આવેલા રેલ કેન્દ્ર ખાતે ગોળીબારની ઘટના બની હતી. તે એક પરિવહન નિયંત્રણ કેન્દ્ર છે જ્યાં ટ્રેન પાર્ક થાય છે અને એક મેઈન્ટેનન્સ યાર્ડ પણ છે. 

પીડિતોમાં વેલી ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટી (વીટીએ)ના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. વીટીએ સાંતા ક્લારા કાઉન્ટીમાં બસ, લાઈટ રેલ અને અન્ય પરિવહન સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. સાન જોસના મેયરે ટ્વીટ કરીને મૃતકોના પરિવાર પ્રત્યે હમદર્દી દર્શાવી હતી.