×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાથી પ્રાચીન 157 કલાકૃતિઓ લઈને પીએમ મોદી ભારત પાછા ફર્યા, એરપોર્ટ પર ભવ્ય સ્વાગત


નવી દિલ્હી,તા.26.સપ્ટેમ્બર,2021

ચાર દિવસના અમેરિકા પ્રવાસ બાદ આજે ભારત પાછા ફરેલા પીએમ્ મોદીનુ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.પીએમ મોદીના સ્વાગત માટે સેંકડો ભાજપ કાર્યકરો એરપોર્ટ પર ઉમટયા હતા.ખુદ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ પીએમ મોદીના સ્વાગત માટે એરપોર્ટ પહોંચ્યા હતા.

પીએમ  મોદીનો કોરોના કાળમાં આ પહેલો વિદેશ પ્રવાસ હતો.જેમાં તેઓ અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયાના નેતાઓને મળ્યા હતા અને અમેરિકાની ટોચની કંપનીઓના સીઈઓ સાથે પણ મુલાકાત કરી હતી.

પીએમ મોદી ભારત પાછા ફર્યા છે અને સાથે સાથે 157 પ્રાચીન મૂર્તિઓ અને કલાકૃતિઓ પણ લેતા આવ્યા છે.આ તમામ કલાકૃતિઓ ભારતીય છે અને તે 11 થી 14મી સદી વચ્ચેની છે.જે ભારત બહાર પગ કરી ગઈ હતી.અમેરિકાએ તેને પીએમ મોદીને ભેટ સ્વરુપે પરત કરી છે.પીએમ મોદીએ આ માટે અમેરિકાનો આભાર માન્યો છે.

દરમિયાન ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યુ હતુ કે, એગ ગ્લોબલ લીડરની રીતે પીએણ મોદીએ જે કામ કર્યુ છે તેના કારણે ભારતના વિચારો દુનિયા સમક્ષ પૂરી તાકાતથી રજૂ થઈ રહ્યા છે.