×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાએ રશિયન ક્રૂડ ઉપર પ્રતિબંધ મૂક્યો: સોનુ નવી ઐતિહાસિક સપાટીએ


‌અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને આજે રશિયન ક્રૂડ ઓઇલની અમેરિકા ખરીદી નહીં કરે એવી જાહેરાત કરી હતી. રશિયા દૈનિક ૫૦ લાખ બેરલની નિકાસ કરે છે તેમાંથી અમેરિકા માત્ર આઠ ટકા કેં ચાર લાખ બેરલ જ ખરીદી કરે છે 

‌યુધ્ધ વધુ વકરી રહ્યું હોવાના આ અહેવાલથી આજે સોનાના ભાવ સલામતીની દોટ શરૂ થતા ઐતિહાસિક ઊંચી સપાટીએ જોવા મળી રહ્યા છે. સોનું વાયદો અત્યારે ન્યુ યોર્કમાં ૨૦૭૩ ડોલર પ્રતિ ઔંસની સપાટીએ છે જે ઓગસ્ટ ૨૦૨૦ની ૨૦૭૨ ડોલરની જુની વિક્રમી સપાટી પાર કરી ગયો છે 

‌દરમિયાન, ક્રૂડનો પુરવઠો બજારમાં ઘટશે એવી ચિંતામાં ભાવ વધી ૧૩૧ ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. ક્રૂડના ભાવ આજે આઠ ડોલર વધ્યા છે.