×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાએ અલકાયદાના ટોચના આતંકવાદી અબ્દુલ હામિદ અલ માતરને ડ્રોન હુમલામાં ઉડાવી દીધો


- અલકાયદા સીરિયાનો પુનર્નિર્માણ, બાહરી સહયોગીઓ સાથે સમન્વય કરવા અને બાહરી અભિયાનોની યોજના બનાવવા માટે એક સુરક્ષિત આશરા તરીકે ઉપયોગ કરે છે

નવી દિલ્હી, તા. 23 ઓક્ટોબર, 2021, શનિવાર

અમેરિકાએ પોતાનો બદલો લઈને અલકાયદાના ટોચના આતંકવાદી અબ્દુલ હામિદ અલ માતરને ડ્રોન હુમલામાં ઉડાવી દીધો છે. અમેરિકી સંરક્ષણ એજન્સી પેન્ટાગોનના અહેવાલ પ્રમાણે સીરિયા ખાતે આ ખૂબ જ ગોપનીય ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. પેન્ટાગોન તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે સીરિયા ખાતે અમેરિકી ડ્રોન હુમલામાં અલકાયદાનો એક ટોચનો આતંકવાદી માર્યો ગયો છે. અમેરિકી સેનાની સેન્ટ્રલ કમાનના પ્રવક્તા મેજર જોન રિગ્સબીના કહેવા પ્રમાણે ઉત્તર પશ્ચિમી સીરિયામાં એક અમેરિકી હવાઈ હુમલામાં અલકાયદાના ટોચના આતંકવાદી અબ્દુલ હામિદ અલ માતરનું મોત થયું છે. 

આ હુમલો દક્ષિણી સીરિયા ખાતે અમેરિકી ચોકી પર થયેલા હુમલાના 2 દિવસ બાદ કરવામાં આવ્યો છે. જોકે રિગ્સબીએ એ નથી બતાવ્યું કે શું આ અમેરિકી ડ્રોન હુમલો જવાબી કાર્યવાહીમાં કરવામાં આવ્યો હતો કે કેમ. 

રિગ્સબીએ જણાવ્યું કે, ઉત્તર પશ્ચિમી સીરિયામાં શુક્રવારે એક અમેરિકી હવાઈ હુમલામાં અલકાયદાનો ટોચનો આતંકવાદી અબ્દુલ હમીદ અલ માતર મૃત્યુ પામ્યો છે. આ માટે એમક્યૂ-9 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં કોઈ સામાન્ય નાગરિકનું મૃત્યુ નથી થયું. અલકાયદા હજુ પણ અમેરિકા અને તેના સહયોગીઓ માટે જોખમરૂપ છે. 

તેમણે જણાવ્યું કે, અલકાયદા સીરિયાનો પુનર્નિર્માણ, બાહરી સહયોગીઓ સાથે સમન્વય કરવા અને બાહરી અભિયાનોની યોજના બનાવવા માટે એક સુરક્ષિત આશરા તરીકે ઉપયોગ કરે છે. અલકાયદા સીરિયાનો સીરિયા, ઈરાક અને તેનાથી આગળ સુધી પહોંચનારા જોખમો માટે એક આધાર તરીકે પણ ઉપયોગ કરે છે. 

નિવેદન પ્રમાણે અમેરિકા અલકાયદા અને અન્ય આતંકવાદી સંગઠનોના સદસ્યોને ટાર્ગેટ કરવાનું ચાલું રાખશે જેઓ અમેરિકી માતૃભૂમિને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે.