×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો


અમેરિકાના એક ન્યૂઝ પેપરે ભાજપ પાર્ટીના વખાણ કર્યા હતા. તેમણે એક આર્ટીકલ પ્રકાશિત કરતા લખ્યું હતું કે, ભાજપ દુનિયાની સૌથી મહત્વપૂર્ણ રાજકીય પાર્ટી છે. આ પેપરે તેમના આર્ટીકલમાં લખ્યું કે, ભારતમાં સત્તા પક્ષ ધરાવતી પાર્ટી ભાજપને અમેરિકાના રાષ્ટ્રિય હિતો પ્રમાણે જોઈએ તો તે દુનિયાની સૌથી મહત્વપૂર્ણ રાજકીય પાર્ટી છે. કદાચ આપણી પાસે તેના વિશે ખૂબ ઓછી જાણકારી છે. ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં જીત હાંસલ કરીને દેશની સત્તા પર પોતાનાનો પગ જમાવી દીધો છે. એટલું જ નહીં ભાજપ તરફથી દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે તેના સભ્યોના આધારે પણ તે દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે.

આ એજન્સીએ એવો દાવો કર્યો છે કે ભારતમાં ભાજપ જ  મહત્વપૂર્ણ 

આ આર્ટીકલમાં અમેરિકાની ઈન્ડો-પેસેફિક વ્યૂહરચના પ્રમાણે ભારત અને જાપાનને મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપે સતત બે લોકસભાની ચૂંટણીઓમાં જીત હાંસલ કરી છે અને 2024માં પણ તેઓ જ જીતે એવું લાગી રહ્યું છે. આ લેખમાં આગળ લખવામાં આવ્યું છે કે, આવનારા સમયમાં ભાજપ જ ભારતના મહત્વપૂર્ણ નિર્ણયો લેવાની સ્થિતિમાં રહેશે. તેમની મદદ વગર ચીનની શક્તિને નિયંત્રિત કરવા અમેરિકી વ્યૂહરચનાનું અમલમાં આવવું અસંભવ રહેશે. તેનું કારણ છે કે તે એવા રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસથી પેદા થઈ છે કે જેના વિશે બિન-ભારતીય લોકોને વધુ જાણકારી નથી.

ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીની જેમ ભારતમાં બીજેપી એક અબજથી વધુ લોકોનું નેતૃત્વ ધરાવે છે 

તેમણે લખ્યું છે કે, ભાજપની ચૂંટણીમાં સફળતા દર્શાવે છે કે તેના વિચારધારાઓ દ્વારા રાષ્ટ્રના પુનઃનિર્માણના વિચાર સાથે દાયકાઓથી શરૂ કરવામાં આવેલ અભિયાન હવે સફળ થઈ રહ્યું છે. આધુનિકીકરણની હિંદુ રીત હવે ભાજપ દ્વારા દેશને આગળ લઈ જઈ રહી છે. આ લેખમાં ભાજપની સરખામણી મધ્ય પૂર્વમાં મુસ્લિમ બ્રધરહુડ સાથે કરી હતી. આ લેખમાં લખ્યું છે કે, ‘મુસ્લિમ બ્રધરહુડની જેમ ભાજપ પશ્ચિમી ઉદારવાદને નકારે છે. જોકે તે આધુનિક યુગની મોટાભાગની વસ્તુઓ સ્વીકારે છે. ચાઈનીઝ કોમ્યુનિસ્ટ પાર્ટીની જેમ ભારતમાં બીજેપી એક અબજથી વધુ લોકોનું નેતૃત્વ કરી રહી છે.