×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેઠીના આ ગામમાં એક-એક ઘરમાં ત્રણ-ત્રણ લોકોના મોત, એક મહિનામાં 20 લોકોના મોત

નવી દિલ્હી, તા. 16 મે 2021, રવિવારઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના એક ગામ હારીમઉની અંદર એક મહિનામાં 20 લોકોના મોત થયા છે. ગામલોકોનો આરોપ છે કે આટલી મોત બાદ પણ સ્વાસ્થ્ય વિભાગ તેમની ખબર લેવા પણ આવ્યો નથી. ગામલોકોનું કહેવું છે કે ગામની અંદર અત્યાર સુધી ના તો ટેસ્ટિંગ થયું છે કે ના તો સેનેટાઇઝ થયું છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય વિભાગે આ આરોપોને નકાર્યા છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે ગામની અંદર કોરોના લક્ષણ વાળા વ્યક્તિઓની ઓળખ થઇ રહી છે અને સતત સેનેટાઇઝીંગનું કામ પણ શરુ છે. હારીમાઉ ગામમાં એક મહિનાની અંદર 20 લોકોના મોત થયા છે, જેના કારણે ગામલોકોમાં ડરનો માહોલ છે. ગામલોકોએ કહ્યું કે એક મહિનામાં આટલી મોત અત્યાર સુધી ક્યારેય નથી થઇ. ગામના એક વ્યક્તિએ કહ્યું કે ગામના એક એક ઘરમાંથી 3-3 લાશ નિકળી છે. એમ્બ્યુલન્સને ફોન કરીએ તો તે આવે છે, પરંતુ તેઓ દર્દીને ઉઠાવતા નથી. જો પરિવારના લોકો પણ દર્દીને ઉઠાવે નહીં તો એમ્બ્યુલન્સ પરત જતી રહે છે.કોઇ તપાસ નહીં, કોઇ ટેસ્ટ નહીં બસ આશા વર્કરો આવીને દવા આપી જાય છે. લોકોના મોત ક્યા કારણે થાય છે કે તેમના પરિવારના બીજા લોકોની સ્થિતિ સું છે તે કંઇ તપાસ નથી થતી. ગામના સરપંચનું કહેવું છે કે અમારા ગામની અંદર 20 મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમ આવી પરંતુ તેમણે કોઇ સેમ્પલિંગ ના કર્યુ, ના તપાસ કરી અને દવા આપીને ચાલતા થયા. ઉલ્લેખનીય છે કે અમેઠી એ કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીનો સંસદીય વિસ્તાર છે. અમેઠીના મુખ્ય ચિકિત્સા અધિકારી આશુતોષ દુબેઅ કહ્યું કે વેક્સિનેશન માટે ગામલોકોએ સ્વાસ્થ્ય કેન્દ્ર પર આવવું પડશે. વેક્સિનનો એક પ્રટોકોલ છે. વેક્સિન ગામમાં ના લગાવી શકાય.