×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમુક લોકોને દેશની વધતી અર્થવ્યવસ્થાને જોઈને ઈર્ષ્યા થઈ રહી છે : નિર્મલા સીતારમણ


નવી દિલ્હી, તા. 12 ડિસેમ્બર 2022 સોમવાર

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે લોકસભામાં વિપક્ષ પર આકરુ નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ છે અને સંસદમાં બેસેલા અમુક લોકોને આ હજમ થઈ રહ્યુ નથી. તેમણે વિપક્ષ પર નિશાન સાધતા કહ્યુ કે સંસદમાં બેસેલા અમુક લોકોને વધતી અર્થવ્યવસ્થાને જોઈ ઈર્ષ્યા થઈ રહી છે. 

નાણામંત્રીએ ભારતીય ચલણમાં આવી રહેલા ઘટાડાનો બચાવ કરતા કહ્યુ કે અમેરિકી ડોલર સિવાય ભારતીય ચલણ વિશ્વની અન્ય તમામ કરન્સીની સરખામણીએ મજબૂત થઈ રહ્યુ છે. રિઝર્વ બેન્ક વિદેશી વિનિમય અનામતનો ઉપયોગ કરીને આને ડોલરની સરખામણીએ વધારે કમજોર થવાથી પણ બચાવી રહ્યા છે. ડોલરની સરખામણીએ રૂપિયામાં આવેલો ઘટાડો આપણી કમજોરી નથી કેમ કે અત્યારે વિશ્વભરની ચલણની હાલત ખૂબ ખરાબ છે જ્યારે રૂપિયો તેમની સરખામણીએ મજબૂત થયો છે. રિઝર્વ બેન્ક એ વાતનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે ડોલરની સરખામણીએ ભારતીય ચલણમાં વધારે કમજોરી ન આવે તે તેમાં સફળ પણ થઈ છે.

અમુક લોકો વિકાસની મજાક ઉડાવે છે

નાણા મંત્રીએ કહ્યુ, આ ખૂબ દુ:ખદ છે કે સંસદમાં અમુક લોકો દેશની વધતી અર્થવ્યવસ્થાને જોઈ ઈર્ષ્યા કરે છે. ભારત અત્યારે વિશ્વમાં સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બની છે, પરંતુ વિપક્ષને આનાથી સમસ્યા છે. તમામ ભારતના વિકાસ પર ગર્વ કરે છે જ્યારે અમુક લોકો આની મજાક બનાવી રહ્યા છે.