×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમિત શાહનો કાશ્મીર પ્રવાસઃ શહીદના પરિવારની મુલાકાત બાદ સુરક્ષા મુદ્દે મહત્વની બેઠક


- ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ એરપોર્ટ ખાતે અમિત શાહનું સ્વાગત કર્યું 

નવી દિલ્હી, તા. 23 ઓક્ટોબર, 2021, શનિવાર

ગૃહ મંત્રી અમિત શાહ આજથી 3 દિવસ માટેની ખૂબ જ મહત્વની એવી યાત્રા પર જમ્મુ કાશ્મીર પહોંચી ગયા છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓના અનુસંધાને અમિત શાહની આ મુલાકાત ખૂબ જ મહત્વની છે. આ તરફ આતંકવાદી ષડયંત્રને લઈ એનઆઈએ પણ કાશ્મીરમાં સતત કાર્યરત છે. 

શ્રીનગર પહોંચ્યા બાદ અમિત શાહ જમ્મુ કાશ્મીર પોલીસમાં સીઆઈડીના શહીદ ઈન્સ્પેક્ટર પરવેજ અહમદ ડારના પત્ની ફાતિમા અખ્તરને મળ્યા હતા. તેના પહેલા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ તેઓ સુરક્ષા વ્યવસ્થા મુદ્દે મહત્વની બેઠક કરી રહ્યા છે. 

અમિત શાહના પ્રવાસ પહેલા જ જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને ઉપરી વિસ્તારોમાં ભારે હિમવર્ષા નોંધાઈ હતી. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ પણ જાહેર કરી દીધું છે.