×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમિત શાહની સામે BSF અધિકારીઓ પર ગુસ્સે થયા CM મમતા બેનર્જી, GST મુદ્દે પણ કરી ફરિયાદ

Image by tweeted - Amit Shah

નવી દિલ્હી, તા.17 ડિસેમ્બર-2022, શનિવાર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકતામાં ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઉપસ્થિત હતા. આ દરમિયાન તેમણે BSFના અધિકાર ક્ષેત્રનો મુદ્દો ઉઠાવ્યો હતો.


નવા કાયદા મુદ્દે CM મમતાએ નારાજગી વ્યક્ત કરી

અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવા કાયદા પર નારાજગી વ્યક્ત કરી કહ્યું કે, BSFને સરહદના 50 કિ.મી.ની ત્રિજ્યામાં કાર્યવાહી કરવાનો અધિકારી આપવાથી સામાન્ય લોકો હેરાન થઈ રહ્યા છે. લોકો અને અધિકારીઓ વચ્ચે તાલમેલ ઉભી કરવામાં સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારબાદ મુખ્યમંત્રી મમતા અને બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ.


નવા કાયદા મુજબ BSFને 50 કિ.મી.માં મેજિસ્ટ્રેટના આદેશ તેમજ વોરંટની જરૂર નહીં

કેન્દ્ર સરકારના નવા કાયદા મુજબ BSFને કાર્યવાહી કરવા હવે મેજિસ્ટ્રેટના આદેશ તેમજ વોરંટની જરૂર નહીં પડે, જ્યારે જુના કાયદા મુજબ બીએસએફ 15 કિ.મી.ની અંદર જ કાર્યવાહી કરી શકતી હતી. બેઠકમાં પશ્ચિમ બંગાળ ઉપરાંત બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કીમના મુખ્યમંત્રી અને તેમના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત હતા.


CM મમતાએ GST ફંડને લઈ કરી ફરિયાદ

બેઠકમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીએસટી ફંડ અંગે પણ અમિત શાહને ફરિયાદ કરી. તેમણે કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, કેન્દ્ર સમયસર નાણાં આપતી નથી, જેના કારણે રાજ્ય સરકારોને કામ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.