×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમિતશાહે 'કિંગ ઓફ સાળંગપુર'ના કર્યા દર્શન, હાઇટેક ભોજનાલયનું લોકાર્પણ કર્યું


હનુમાન જયંતિના પાવન અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 'કિંગ ઓફ સાળંગપુર'ના દર્શન કરવા માટે સપરિવાર બોટાદ પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિતશાહે હનુમાન દાદાના ચરણોમાં શીશ નમાવી દર્શન કર્યા હતા. ત્યારબાદ અમિત શાહે સાળંગપુર મંદિર ખાતે 55 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા ભોજનાલયનું ઉદ્ઘાટન કર્યું હતું.

સાળંગપુર મંદિરે ઉમટી ભક્તોની ભીડ 

હનુમાન જયંતિના પાવન અવસર પર બોટાદ ખાતે આવેલા સાળંગપુર હનુમાન મંદિરમાં ભવ્ય ઉજવણી થઇ હતી. કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાઈનો લાગી હતી. મંદિરનું પરિસર 'સિયાવર રામચંદ્ર કી જય, પવનસુત હનુમાન કી જય' અને 'જય શ્રી રામ'ના ઉદ્ઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

ગુજરાતના સૌથી મોટા ભોજનાલય બનાવવમાં 55 કરોડનો ખર્ચ 

બોટાદના સાળંગપુરમાં ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનાવવામાં આવ્યું છે . આ ભોજનાલય બનાવવમાં આશરે કુલ 55 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ભોજનાલયમાં એક સાથે 4 હજાર ભક્તો જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ હાઇટેક શ્રી કષ્ટભંજન ભોજનાલય કુલ 7 વીઘામાં ફેલાયેલું છે. ભોજનાલયમાં 4550 સ્ક્વેર ફૂટમાં વિશાળ કિચન બનાવાયું છે. જેમાં 1 કલાકમાં 20 હજારથી વઘુ લોકોની રસોઈ બની શકે છે.  ગેસ-વીજળી અને લાઈટ વગર થર્મલ બેઝથી રસોઈ બનશે. ભોજનાલયમાં કુલ 7 ડાયનિંગ હોલ છે.  30,060 સ્ક્વેર ફૂટમાં ફસ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 મોટા ડાઈનિંગ હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભોજનાલયમાં કુલ 79 રૂમ બનાવ્યા છે.