×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓના કેમ થઈ રહ્યાં છે મૃત્યુ? 2 દિવસમાં 6 યાત્રીએ ગુમાવ્યાં જીવ, કારણ ચોંકાવનારું

image : Twitter


અમરનાથ યાત્રાને લઈને એક ચિંતાજનક અહેવાલ આવ્યા છે.  આ યાત્રા દરમિયાન બે દિવસમાં છ લોકો મૃત્યુ પામી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં તીર્થયાત્રામાં મૃત્યુઆંક વધીને નવ થઈ ગયો છે. જોકે આ મૃત્યુ કેમ થયા તેના વિશે સત્તાધીશોએ વધુ માહિતી આપી નથી. 

મૃત્યુનું કારણ શું? 

મૃત્યુનું કારણ વધુ ઊંચાઈ અને ઓછા ઓક્સિજનને કારણે હાર્ટએટેક આવવાને સામાન્ય કારણોમાંનું એક માનવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર યાત્રા દરમિયાન અત્યાર સુધીમાં 25 લોકો ઘાયલ થયા છે. જીવ ગુમાવનારાઓમાં આઠ મુસાફરો અને એક ITBPનો જવાન સામેલ છે.

વધુ 3000 ભક્તોને ટોકન આપવામાં આવ્યા

શ્રાવણ મહિનામાં ભોલેનાથના દર્શન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ માટે શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રાએ નીકળ્યા છે. શુક્રવારે પણ જમ્મુમાં તાત્કાલિક નોંધણી માટે સરસ્વતી ધામની બહાર લાંબી કતારો જોવા મળી હતી. દરરોજ હજારો ભક્તો આ કાર્ય કરી રહ્યા છે. શુક્રવારે શહેરના બેઝ કેમ્પમાં 3000 વધુ શ્રદ્ધાળુઓને ટોકન આપવામાં આવ્યા હતા.

કયા માર્ગે જશે શ્રદ્ધાળુઓ 

જેમાંથી 2000 શ્રદ્ધાળુઓ પહેલગામથી અને 1000 ભક્તો બાલટાલના માર્ગે જશે. બીજી તરફ રામ મંદિરમાં 241 સાધુ-સંતોની તાત્કાલિક નોંધણી કરવામાં આવી હતી. જેમાંથી 197 પહેલગામથી અને 44 બાલટાલ માર્ગે જશે. 51 સાધુઓએ ગીતા ભવનમાં તરત જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.