×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ: PM મોદી સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે


અમદાવાદ, તા. 12 માર્ચ 2022 શનિવાર

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલમહાકુંભનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પીએમ મોદીના હસ્તે ખેલ મહાકુંભનો પ્રારંભ થવાનો છે. જે માટે સ્ટેડિયમ ખાતે તમામ તૈયારીઓ થઇ ગઇ છે. ત્યારે છેલ્લી ઘડીએ પણ રમતગમત મંત્રી અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેડિયમનો ચિતાર મેળવ્યો.  

અગિયારમાં ખેલ મહાકુંભનો થશે પ્રારંભ

ખેલમહાકુંભ 2022નો પીએમ મોદીના હસ્તે પ્રારંભ થવા જઇ રહ્યો છે જે માટે અત્યાર સુધીમાં 55,22,727 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 31,75,293 પુરુષ અને 23,47,464 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. કુલ 3381 ટીમોનું ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન થયુ છે જેમાં 4 લાખ પુરુષ ટીમો અને 79 હજાર મહિલા ટીમો છે. ઓલિમ્પિકમાં રમાતી રમતોનું પ્રાધાન્ય વધે તે માટે સરકાર દ્વારા ખેલમહાકુંભનું આયોજન કરવામાં આવે છે.

33 જિલ્લાની ટીમ રમતગમતનું પ્રદર્શન કરશે

સરદાર પટેલ સ્ટેડિમ ખાતે 33 જિલ્લામાંથી આવેલી વિવિધ ટીમો પીએમ મોદી સામે પ્રદર્શન કરશે. મલખમ, સ્કેટીંગ, પિરામિડ સહિત રમતોનું PM મોદી સામે ખેલાડીઓ પ્રદર્શન કરશે. આ ઉપરાંત રાજ્યની નવી ખેલ પોલિસીઓની પણ પીએમ મોદી જાહેરાત કરશે. 

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને હર્ષ સંઘવી પણ કાર્યક્રમમાં હાજર રહેશે. આ સમયે સુરક્ષામાં ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ખેલ મહાકુંભના કાર્યક્રમને લઈ સ્ટેડિયમથી એરપોર્ટ સુધી અભેદ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને તમામને સિક્યોરિટી ચેકિંગ કરીને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.