×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ: સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ

અમદાવાદ,તા.2 સપ્ટેમ્બર 2021,ગુરૂવાર

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેટેલાઇટના આંબાવાડીમાં પટેલ ચાલી રાજીવ નગર વિભાગ 1 મહેતા સરસ્વતીબેન રાજેન્દ્રભાઈ પાસી સોલા સિવિલ હોસ્પીટલમાં ડીલીવરી માટે દાખલ થયા હતા દરમિયાન તેમણે 31 ઓગસ્ટના રોજ બાળકીને જન્મ આપ્યો હતો દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલના પીએનસીમાંથી કોઈ અજાણ્યો શખ્શ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરી ગયો હતો. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે પણ માસુમ બાળકીને શોધવા પ્રયાસો હાથ ધર્યાં છે. હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાના CCTV ચેક કરવામાં આવી રહ્યાં છે.

હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યુરિટી અને બાળકોની સલામતિ સામે સવાલો ઉભા થયાં છે. હાલમાં પોલીસને આ વાતની જાણ થતાં પોલીસે બાળકીના ફોટાના આધારે શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. તે ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનાર અપહરણ કરનારને શોધવા માટે વિગતો મંગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરૂ કરી છે.