×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયામાં સૌથી નીચુ તાપમાન 4.8 નોંધાયુ

અમદાવાદ, તા. 25 જાન્યુઆરી 2022 મંગળવાર

સમગ્ર રાજ્ય ઠંડીથી ઠુંઠવાયુ છે. ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે જેને પગલે શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આખો દિવસ વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે. તો રાત્રીના બજારોમાં ઠેરઠેર લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યાં છે. રાત્રીના બજારો વહેલા સુમસામ બની જાય છે. તો સવારે પણ બજારો મોડી ખુલે છે. ઠંડીના કારણે જનજીવન થીજી ગયુ છે.

ગુજરાતના અમદાવાદ, ડીસા, ગાંધીનગર, કંડલા, નલિયા, પાટણ, પોરબંદર તેમજ રાજકોટમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી કરતા પણ ઓછુ નોંધાયુ છે.

નલિયામાં 4.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. 

ગુજરાતમાં ક્યાં સૌથી વધારે ઠંડી?

અમદાવાદ 8.6, વડોદરા 10.0, ભાવનગર 11.6 , ભુજ 10.2, દમણ 11.4, ડીસા 7.6, દિવ 11.0, દ્વારકા 14.0, ગાંધીનગર 5.5, કંડલા 9.6, નલિયા 4.8,ઓખા 18.4,પાટણ 7.6,પોરબંદર 9.4, રાજકોટ 8.6, સુરત 11.0, વેરાવળ 11.7 લઘુતમ તાપમાન નોંધાયુ છે.