×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ: શિવરંજનીમાં ફૂટપાથ પર કાર ચડી જતા મહિલાનું મોત પતિ અને બે બાળકો ગંભીર


- ફૂટપાથ પર ઊંઘી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે બનેલો બનાવ ઘટનાસ્થળે કાર મુકી કારચાલક ફરાર

અમદાવાદ,તા.29 જુન 2021,મંગળવાર

આ બનાવની વિગત મુજબ શિવરજની ચાર રસ્તા પાસે વિમા નગર સોસાયટીના ફૂટપાથ પર રહેતા એક જ પરિવારના ચાર સભ્યો ગઇકાલે મોડી રાત્રે ફૂટપાથ પર ઊંઘી રહ્યા હતા દરમિયાન પૂરઝડપે જઇ રહેલી કાર ફૂટપાથ પર ચડી જતા પરિવારના ચાર સભ્યો ગંભીરપણે ઘાયલ થઈ ગયા હતા જેમાં બાબુભાઈ ભાભોર તેમના પત્ની સતુબેન તથા બે દીકરા વિક્રમ અને જેતન ગંભીરપણે ઘાયલ થતાં તેમને સારવાર અર્થે કે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જોકે સતુબેનને માથામાં ગંભીર ઈજા હોવાથી તેમનું મોત નિપજ્યું હતું જ્યારે બાબુભાઈ અને જે તમને વધુ સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા બીજી તરફ અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઇ ગયો હતો ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શિવરંજની હિટ એન્ડ રનની ઘટનામાં શહેર ટ્રાફિક પોલીસનું નિવેદન આપતા જણાવ્યું કે, કાર ચાલવાનાર આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. આરોપીને સત્વરે ઝડપી પાડવામાં આવશે બનાવ બન્યા બાદ પોલીસ તાત્કાલિક પહોંચી હતી.