×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ : લોકોનો જીવ બચાવનાર 108 હવે મોતનું કારણ બની રહી છે

અમદાવાદ, તા. 26 એપ્રિલ 2021, સોમવાર

રાજ્યમાં અત્યારે કોરના વાયરસની સ્થિતિ કાબૂ બહાર છે. જેના કારણે સ્વાસ્થ્ય સેવાઓ પણ પોતાની ક્ષમતા કરતા અનેક ગણો તણાવ સહન કરી રહી છએ. સામે સરકાર અને પ્રશાસન આ સ્થિતિને અંકુશ કરવામાં સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. તેઓ લોકોની મુશ્કેલીઓ દૂર કરવાને બદલે વધારો કરી રહ્યા છે. ખાસ કરીને આપણે અમદાવાદની વાત કરીએ તો ત્યાં કેટલાક નિયમો એવા છે જે આ કપરી પરિસ્થિતિને લકો માટે વધારે કપરી બનાવી રહ્યા છે. 

આખા રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ અત્યારે અમદાવાદમાં આવી રહ્યા છે. ત્યારે શહેરની તમમા હોસ્પિટલો ફૂલ છે, બેડ મળતા નથી, ઓક્સિજન મળતો નથી, ઇંજેક્શન મળતા નથી અને સ્મશાનમાં પણ લાઇનમાં ઉભા રહેવું પડે તેવી સ્થિતિ છે. તેવામાં શહેરની હોસ્પિટલોની અંદર 108માં આવતા દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા છે. જો ખાનગી વાહનમાં કોઇ દર્દી આવે તો તેમને દાખલ કરાતા નથી. જે મુદ્દે ચારેકોરથી પ્રશાસન અને એએમસીની આલોચના થઇ રહી છે.

108માં અત્યારે બે બે દિવસનું વેઇટિંગ છે. તેવામાં ગંભીર દર્દીઓને જો તાત્કાલિક સારવારની જરુર હોય તો ક્યાં જવું? હોસ્પિટલો બહાર અત્યારે 108ની લાઇનો લાગી છે. લોકો સતત 108ને ફોન કરી રહ્યા છે અને ત્યાં લાંબુ વેઇટિંગ લિસ્ટ છે. ખાનગી વાહનમાં જતા દર્દીઓને દાખલ ના કરાતા હોય, તેથી લોકો 108માં વારો આવે તેની રાહ જોવા મજબૂર બન્યા છે. લોકો હોસ્પિટલોના ધક્કા ખાઇ ખાઇને પરત આવી રહ્યા છે.

માત્ર એટલું જ નહીં પણ આવા અણઘડ નિયમને કારણે લોકોના જીવ પણ જઇ રહ્યા છે. તેના માટે કોને જવાબદાર ગણવા. એક સમયે 108 એમ્બ્યુલન્સ એ જીવન બચાવવા માટે જાણીતી હતી, જ્યારે હવે આ 108 જ લકોના મોતનું કારણ બની રહી છે અને આમ છતા અધિકારીઓ અને સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી.