×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારાના નામ કર્યાં જાહેર, 10 વોર્ડ માટે 38 નામોની જાહેરાત

અમદાવાદ, તા. 02 ફેબ્રુઆરી 2021, મંગળવાર

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટેના કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ છે. જેમાં અમદાવાદ પશ્ચિમના 10 વોર્ડ માટે કુલ 38 નામો જાહેર કરવામાં આવ્યા છે. તેમજ કોટ વિસ્તારના એકપણ વોર્ડનાં ઉમેદવાર હાલમાં કોંગ્રેસે જાહેર નથી કર્યા.

કોંગ્રેસ દ્વારા આજે 2 ફેબ્રુઆરીએ ગોતા, ચાંદલોડિયા, રાણીપ, નવા વાડજ, ઘાટલોડિયા, નરોડા, થલતેજ, વાસણા, નવરંગપુરાની આખી પેનલ જાહેર કરી હતી. જ્યારે નારણપુરા વોર્ડમાં માત્ર 2 જ ઉમેદવાર જાહેર કર્યા છે.

ઉલ્લેખનિય છે કે, અગાઉ કોંગ્રેસે સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ અને જામનગરના ઉમેદવારોના નામ કર્યા હતા. જેમાં વડોદરાના 11 વોર્ડના 20 ઉમેદવાર, ભાવનગરમાં 10 વોર્ડના 21 ઉમેદવાર, સુરતના 19 વોર્ડના 52 ઉમેદવાર, રાજકોટના 14 વોર્ડના 22 ઉમેદવાર અને જામનગરના 7 વોર્ડના 27 ઉમેદવાર જાહેર કર્યા હતા.