×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ એરપોર્ટ પરથી 4.2 કિલો કોકેઇનનાં જથ્થા સાથે NCB એ એક આરોપીની કરી ધરપકડ

અમદાવાદ, 12 ઓગસ્ટ 2021 ગુરૂવાર

ગુજરાતનાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ અમદાવાદ એરપોર્ટમાંથી 4.2 કિલો કોકેઇન સાથે એક વિદેશી નાગરિકને ધરપકડ કરી છે, આ શખશની ઓળખ  ટેરીક પિલ્લાઈ તરીકે થઇ છે, NCBએ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાંથી કોકેઇનનાં જથ્થા સાથે પિલ્લાઈને ઝડપી લીધો છે.

આ કોકેઇનની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર ભાવ પ્રમાણે 20 કરોડ રૂપિયા જેટલી થાય છે. હાલ પોલીસે તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે, 38 વર્ષિય પિલ્લાઇ દક્ષિણ આફ્રિકાનો પાસપોર્ટ ધરાવે છે, અને તે દોહાથી ભારત આવતો હતો, નશાકારક દ્વવ્યોની તસ્કરીને રોકવા માટે સતત પ્રયત્નશીલ NCBની આ મોટી સફળતા છે. 

આફ્રિકન ડ્રગ પેડલર ડેરિક પિલ્લાઈ કોકેઈનના જથ્થા સાથે NCBની ટીમે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધા બાદ હવે દેશ અને વિદેશમાં ચાલી રહેલી ડ્રગ તસ્કરી અંગે પોલીસને વધુ માહિતી મળી શકશે અને ભવિષ્યમાં આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થશે, NDPS એક્ટ મુજબ આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને 2 લાખનો દંડ થઇ શકે છે.