×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં 'વંદે ભારત' ટ્રેન સાથે અથડાઈ 2 ભેંસો, જુઓ તસવીરો


- ભેંસ સાથે અથડાવાના કારણે ટ્રેનનો આગળનો ભાગ ખુલ્લો પડી ગયો હતો પરંતુ તેની સર્વિસ પર કોઈ અસર નથી નોંધાઈ અને 10 મિનિટના વિલંબ બાદ તેને પૂર્વવત શરૂ કરી દેવાઈ હતી

અમદાવાદ, તા. 06 ઓક્ટોબર 2022, ગુરૂવાર

એક સપ્તાહ પહેલા જ ગાંધીનગર-અમદાવાદ-મુંબઈ 'વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન'ની શરૂઆત થઈ છે ત્યારે આજે અમદાવાદમાં વટવા ટ્રેક પાસે તેને નાનકડો અકસ્માત નડ્યો હતો. રેલવે ટ્રેક ઉપર 2 ભેંસો આવી જવાના કારણે થયેલા અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગે થોડું નુકસાન નોંધાયું છે. 

ટ્રેનના આગળના ભાગ સાથે ભેંસો અથડાવાના કારણે ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો પરંતુ તેની સર્વિસ પર કોઈ અસર નથી નોંધાઈ. આજે બપોરે 11:00 કલાક આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈ-સ્પીડ મુંબઈ-અમદાવાદ વંદેભારત એક્સપ્રેસને ભેંસ અથડાઈ હતી. આ કારણે ટ્રેન 10 મિનિટ સુધી ઉભી રહી હતી અને બાદમાં રાબેતા મુજબ તેની સેવા શરૂ કરાઈ હતી. 

નોંધનીય છે કે, ગુજરાતમાં શરૂ થયેલી આ વંદે ભારત ટ્રેન પહેલી વખત 'KAVACH' (ટ્રેન કોલાઇઝન અવોઇડન્સ સિસ્ટમ) ટેક્નિકથી લોન્ચ કરવામાં આવી છે. આ ટેક્નિકની મદદથી બે ટ્રેનના એક્સિડન્ટ અટકાવી શકાય છે. આ ટેક્નિક દેશમાં જ વિકસિત કરવામાં આવી હોવાથી તેનો ખર્ચ ઘણો ઓછો છે.

તસવીરમાં જોઈ શકાય છે કે, અકસ્માત બાદ ટ્રેનનો આગળનો એક હિસ્સો ચિરાઈને ખુલી ગયો છે