×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં પેટ્રોલ 101 ને પાર, ડીઝલમાં 82 પૈસા વધ્યા


અમદાવાદ : પેટ્રોલ અને ડીઝલમાં હળવા વધારાના ડોઝ સતત ચાલી રહ્યો છે. ગુરુવાર સવારથી અમલમાં આવે એ રીતે પેટ્રોલના ભાવમાં ૭૯ પૈસા અને ડીઝલમાં ૮૨ પૈસાના વધારાની જાહેરાત કંપનીઓએ આજે કરી હતી.

ગુરુવારે સવારે હવે સાદું પેટ્રોલ રૂ ૧૦૧.૪૯ અને પ્રીમિયમ પેટ્રોલ રૂ.૧૦૪.૮૩ પ્રતિ લીટર અમદાવાદમાં મળશે.

આવી જ રીતે ડીઝલના સાદું રૂ.૯૫.૭૨ અને ડીઝલ પ્રીમિયમ રૂ ૧૦૫.૫૩ના ભાવથી અમદાવાદમાં મળશે.

ચાર રાજ્યોમાં ચૂંટણીના કારણે ભાવ વધારો સ્થગિત થયો હતો જે દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા હતા. ભારત તેની કુલ જરૂરિયાતનું ૮૦ ટકા ક્રૂડ આયાત કરે છે એટલે ભાવ વધી રહ્યા છે. ત્રણ મહિના ભાવ સ્થિર રહ્યા હોવાથી ભારતના સ્થાનિક ભાવ લગભગ રૂ.૨૩ પ્રતિ લીટર, પડતર કિંમત કરતા ઓછા છે. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૨૧ની જેમ ખોટ ભરપાઈ કરવા હવે તબક્કાવાર ભાવ વધારી રહી છે.