×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદના શિલ્પ અને શિવાલિક રિયલ એસ્ટેટ જૂથના ત્યાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ


અમદાવાદ, તા. 10 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર

આવકવેરા વિભાગે અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સના ત્યાં દરોડા પાડ્યા છે. શિલ્પ અને શિવાલિક બિલ્ડર્સ ગ્રુપની ઓફિસ અને નિવાસ સ્થાન ખાતે તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે જ અમદાવાદમાં કુલ 25 સ્થળોએ દરોડો પાડવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. 

શિવાલિક ગ્રુપની વાત કરીએ તો શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રામદેવનગર ક્રોસ રોડ ખાતે આ ગ્રુપની ઓફિસ 'શિવાલિક હાઉસ' આવેલી છે. 1996માં સતીશ શાહે પોતાના દીકરા સાથે મળીને તેની શરૂઆત કરી હતી. સતીશ શાહ, તરલ સતીશ શાહ અને ચિત્રક સતીશ શાહ આ ગ્રુપના ડિરેક્ટર છે. 

આ કંપનીની શરૂઆત કરવામાં આવી ત્યારે તેઓ રેસિડેન્શીયલ પ્રોજેક્ટ્સમાં જ હતા. 

જ્યારે શિલ્પ ગ્રુપની વાત કરીએ તો શહેરના બોડકદેવ વિસ્તારમાં રાજપથ ક્લબની સામે 'શિલ્પ હાઉસ' નામની ઓફિસ આવેલી છે. આ ગ્રુપની શરૂઆત 2004માં તેના સંસ્થાપક અને સીઈઓ યશ બ્રહ્મભટ્ટ દ્વારા થઈ હતી.