×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદઃ LG હોસ્પિટલની મેડીકલ કોલેજનું નામકરણ- 'નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ'


- 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' બાદ શહેરમાં વડાપ્રધાનના નામે વધુ એક નામાભિધાન 

અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

દેશભરમાં ચાલી રહેલા નામકરણના ટ્રેન્ડ વચ્ચે એક વર્ષ પહેલા અમદાવાદના મોટેરા સ્ટેડિયમને પણ નવું નામ આપવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ ખાતે આવેલા મોટેરા સ્ટેડિયમનું નામકરણ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કરવામાં આવ્યું હતું. ત્યારે હવે શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી LG હોસ્પિટલની મેડીકલ કોલેજનું નામકરણ કરીને તેને 'નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ' નામ આપવામાં આવ્યું છે. 


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ મણિનગર વિસ્તારમાં એલજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કાર્યરત એએમસી મેટ મેડીકલ કોલેજનું નવું નામાભિધાન ભારતના વડાપ્રધાનના નામે 'નરેન્દ્ર મોદી મેડીકલ કોલેજ' કર્યું છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એએમસી મેટ મેડીકલ કોલેજમાં મેડીકલ અને પીજીના અભ્યાસક્રમ ચાલી રહ્યા હતા.