×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અભિનેત્રી કંગનાના બોડીગાર્ડ પર રેપનો આરોપ, મેક અપ આર્ટિસ્ટે નોંધાવી ફરિયાદ

મુંબઈ,તા.22 મે 2021,શનિવાર

ફિલ્મ અભિનેત્રી કંગનાના બોડીગાર્ડ કુમાર હેગડે સામે રેપની ફરિયાદ થઈ છે. મુંબઈની જ એક મેક અપ આર્ટિસ્ટે આ ફરિયાદ નોંધાવી છે.

તેણે કુમાર હેગડે પર લગ્નની લાલચ આપીને સંખ્યાબંધ વખત શારીરિક સબંધ બનાવવાનો તેમજ પોતાની પાસેથી 50000 રુપિયા વસુલવાનો આરોપ પણ મુક્યો છે. પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી કંગના હવે પર્સનલ બોડીગાર્ડ પર લાગેલા આરોપોના કારણે ચર્ચામાં આવી છે.

કુમાર હેગડે સામે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધી છે.આરોપ લગાવનાર મહિલા મુંબઈમાં મેક અપ આર્ટિસ્ટ તરીકે કામ કરે છે. મહિલાને મેડિકલ ચેક અપ માટે મોકલવામાં આવી છે અને તેની ફરિયાદના આધારે ડી એન નગર પોલિસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો છે. મહિલાએ મુકેલા આરોપ પ્રમાણે હેગડે અને આ મહિલા એકકબીજાને 2013થી ઓળખતા હતા. ગયા વર્ષે હેગડેએ મહિલાને પ્રપોઝ કર્યુ હતુ એ પછી હેગડે વારંવાર મહિલાને પોતાના ફ્લેટ પર લઈ ગયો હતો અને તેની સાથે શારીરિક સબંધ બાંધ્યા હતા. 27 એપ્રિલે તે મહિલા પાસેથી 50000 રુપિયા લઈને જતો રહ્યો હતો.

દરમિયાન એવી પણ વિગતો સપાટી પર આવી છે કે, બોડીગાર્ડની માતાએ પીડિતાને પોતાના પુત્રથી દુર રહેવાની ધમકી આપી હતી.

આ પહેલા કંગનાના હેર સ્ટાઈલિસ્ટ બ્રેન્ડન ઓલિસ્ટર પર પણ એક સગીર વયના બાળકનુ યૌન શોષણ કરવા બદલ કેસ થયો હતો.