×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અભિનેતા સોનુ સુદની બહેન રાજકારણમાં ઝંપલાવશે, પંજાબ વિધાનસભાની ચૂંટણી લડશે


નવી દિલ્હી,તા.14.નવેમ્બર,2021

અભિનેતા સોનુ સૂદની બહેન હવે રાજકારણમાં ઝંપલાવવા જઈ રહી છે.

સોનુ સુદની બહેન માલવિકા પંજાબ વિધાનસભાની આગામી ચૂંટણી લડશે તેવી જાણકારી ખુદ સોનુ સુદે જ આપી છે.આજે પત્રકારો સાથે વાતચીત કરતા સોનુએ કહ્યુ હતુ કે, માલવિકા લોકોની સેવા કરવા માટે તૈયાર છે અને સમાજ સેવા માટે તેનામાં જે પ્રતિબધ્ધતા છે તે કદાચ બીજા કોઈમાં જોવા મળે તેમ નથી.

એવી શક્યતા છે કે, પંજાબના મોગા વિસ્તારમાંથી માલવિકા ચૂંટણી લડશે.જોકે તે કઈ પાર્ટીમાંથી લડશે તેની જાહેરાત સોનુએ કરી નથી અને કહ્યુ હતુ કે ,સમય આવે તેની પણ જાહેરાત કરવામાં આવશે.

સોનુએ પોતે રાજકારણમાં આવશે તેવા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, પહેલા માલવિકાને સમર્થન આપવુ જરુરી છે અને અહીંયા મોગામાં અમારા મૂળિયા છે.સ્વાસ્થ્યનો મુદ્દો માલવિકાની પહેલી પ્રાથમિકતા હશે.તે જો ચૂંટણી જીતશે તો લોકોને મફત સારવાર મળે તેવા પ્રયત્ન કરશે અને સાથે સાથે બેકારીનો અને ડ્રગ્સના દૂષણનો મુદ્દો પણ ઉઠાવશે.

સોનુએ તાજેતરમાં પંજાબ સીએમ ચન્ની સાથે પણ મુલાકાત કરી હતી.તેઓ બીજા પાર્ટીના નેતાઓને પણ મળવાના છે.તાજેતરમાં સોનુ દિલ્હી સીએમ કેજરીવાલને પણ મળ્યા હતા અને તેમને આમ આદમી પાર્ટીએ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે.