×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાન સેના લડવા તૈયાર ના હોય તો અમેરિકા શું કામે લડે? બાઈડેને પોતાના નિર્ણયનો કર્યો બચાવ

નવી દિલ્હી,તા.17 ઓગસ્ટ 2021,મંગળવાર

અમેરિકન સેનાની વિદાય બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા પર કબ્જો જમાવી દીધો છે તો બીજી તરફ અફઘાન પ્રજાને તેમના હાલ પર છોડી દેવાની અમેરિકાની નીતિની ટીકાઓ પણ થઈ રહી છે.

આ પ્રકારના સંજોગોમાં અમેરિકન પ્રમુખ જો બાઈડને અમેરિકાને સોમવારે મોડી રાતે સંબોધિત કર્યુ હતુ અને પોતાના નિર્ણયનો બચાવ કર્યો હતો.

બાઈડને કહ્યુ હતુ કે, અમેરિકન સેવા એવુ યુધ્ધ લડી ના શકે જેમાં અફઘાનિસ્તાનની પોતાની સેના લડવા માટે અને મરવા માટે તૈયાર નથી. અમે 20 વર્ષ પહેલા બહુ સ્પષ્ટ લક્ષ્ય સાથે અફઘાનિસ્તાન ગયા હતા. અમેરિકા 2001ના હુમલાખોરોને પકડવા માંગતુ હતુ અને અલ કાયદા અફઘાનિસ્તાનને પોતાના બેઝ તરીકે ઉપયોગ ના કરે તે નિશ્ચિત કરવા માંગતુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે, જે ઘટનાઓ આપણે જોઈ રહ્યા છે તે દુખદ છે અને એ વાતનો પૂરાવો છે કે, અમેરિકન સૈન્ય કોઈ પણ સંજોગોમાં સ્થિર અને સુરક્ષિત અફઘાનિસ્તાનનુ સર્જન કરી શકે તેમ નથી. અત્યારે જે થઈ રહ્યુ છે તે પંદર વર્ષ બાદ પણ થયુ હતો. મને ખબર છે કે, મારા નિર્ણયની ટીકા થવાની છે પણ હું બીજા રાષ્ટ્રપતિને આ જવાબદારી સોંપવાની જગ્યાએ આ ટીકાઓ સહન કરવા માટે તૈયાર છું.

બાઈડેને કહ્યુ હતુ કે, મારો નિર્ણય પોતાની જાનને અફઘાનિસ્તાનમાં જોખમમાં મુકી રહેલા સૈનિકો અને અમેરિકા માટે સાટો છે. આજે આતંકી ખતરો અફઘાનિસ્તાન બહાર પણ ફેલાયેલો છે. અમેરિકા એવા દેશોમાં પણ સૈન્ય કાર્યવાહી કરે છે જ્યાં તેનો બેઝ નથી. જરૂર પડી તો અફઘાનિસ્તાનમાં પણ અમેરિકા આ કાર્યવાહી કરશે.

તેમણે કહ્યુ હતુ કે, અમે હાલમાં અમેરિકન લોકોને વહેલી તકે અફઘાનિસ્તાનમાંથી કાઢવા માંગીએ છે. આ માટે અમેરિકાના 6000 સૈનિકોને તૈનાય કરવામાં  આવ્યા છે.