×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાન સરકારે તાલિબાનને સત્તા સોંપી, રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યો

નવી દિલ્હી, 15 ઓગસ્ટ 2021 રવિવાર

તાલિબાને અફઘાનિસ્તાન પર 20 વર્ષ પછી ફરી એક વખત કબજો જમાવી દીધો છે. ટોલો ન્યૂઝ અનુસાર, સત્તા હસ્તાત્તરણની પ્રક્રિયા પણ અહીં પૂર્ણ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી છે. સૂત્રો અનુસાર નવી વચગાળાની સરકારના વચગાળાના વડા તરીકે અલી અહેમદ જલાલીનું નામ મોખરે છે. એવા સમાચાર પણ આવી રહ્યા છે કે રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડી દીધો છે. એવું માનવામાં આવે છે કે ગની અમેરિકા જઈ રહ્યા છે.

જ્યારે, કેટલાક તાલિબાન સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલ પોલીસે આત્મસમર્પણ શરૂ કરી દીધું છે. તે પોતાના હથિયારો તાલિબાનને સોંપી રહી છે. અગાઉ, આંતરિક અને વિદેશ બાબતોના કાર્યકારી પ્રધાનો અબ્દુલ સત્તાર મિર્ઝાકવાલે અલગ અલગ વીડિયો ક્લિપમાં ખાતરી આપી કે કાબુલના લોકો સુરક્ષિત રહેશે, કારણ કે તેઓ આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે શહેરનું રક્ષણ કરી રહ્યા છે.

ટોલો ન્યૂઝ અનુસાર,મિર્ઝાકવાલે કહ્યું કે કાબુલ પર કોઈ હુમલો થશે નહીં, સત્તા પરિવર્તન શાંતિપૂર્ણ રીતે થશે. કાબુલની સુરક્ષાની જવાબદારી અફઘાન સુરક્ષા દળની છે. નવીનતમ માહિતી અનુસાર, તાલિબાન આતંકવાદીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ઘુસી ગયા છે અને દેશની તમામ સરહદો પર પણ કબજો કરી લીધો છે. ત્રણ અફઘાન અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

તાલિબાનોએ કાબુલની બગરામ જેલ બાદ પુલ-એ-ચરખી જેલને પણ તોડી નાખી છે. તેમણે ત્યાંથી હજારો કેદીઓને પણ મુક્ત કર્યા છે. પુલ-એ-ચરખી અફઘાનિસ્તાનની સૌથી મોટી જેલ છે. મોટા ભાગના તાલિબાન લડવૈયાઓ અહીં બંધ હતા.