×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાન : તાલિબાન સામે મોટો પડકાર, કાબુલમાં થઈ મહિલા ક્રાંતિ આંદોલનની શરૂઆત

image : Twitter


ઓગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાન પર કબજો જમાવતાની સાથે જ તાલિબાને મહિલાઓ પર તમામ પ્રકારના પ્રતિબંધ મૂકી દીધા હતા. મહિલાઓને અભ્યાસથી માંડીને નોકરી પણ કરતા અટકાવી દેવામાં આવી હતી પણ હવે શનિવારે પોતાના મૌલિક અને મહિલા અધિકારો માટે લડવા માટે કાબુલમાં મહિલાઓના એક સમૂહે ક્રાંતિની જાહેરાત કરાઈ હતી. 

આંદોલનનો ઉદ્દેશ્ય શું છે? 

સ્થાનિક અહેવાલો અનુસાર મહિલાઓ તાલિબાન દ્વારા મૂકવામાં આવેલા છોકરીઓના અભ્યાસ પરના પ્રતિબંધને હટાવવા અને મહિલાઓને નોકરીઓ માટે કાબુલના માર્ગો પર નીકળવા દેવા અને આઝાદી આપવાની માગ કરી રહી છે. આયોજકોમાંથી એક દોન્યા સફીએ કહ્યું કે આંદોલનનો ઉદ્દેશ્ય નાગરિકો, ખાસ કરીને મહિલાઓના મૂળ અધિકારોની સુરક્ષા કરવાનો છે કેમ કે મૂળ અધિકારો સુધી પહોંચ નાગરિકો માટે એક ગંભીર જરૂરિયાત છે. 

યુએન પ્રમુખે પણ કહ્યું હતું કે અફઘાનમાં મહિલાઓ નિર્વાસનમાં રહી રહી છે 

એક મહિલા દેખાવકાર સફીએ કહ્યું કે અમે મહિલાઓ વિરદ્ધ થતા અન્યાય અને અસમાનતા સામે લડવા માટે આ અભિયાનની શરૂઆત કરી છે. સફીએ કહ્યું કે આંદોલનના સમર્થકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહિલાઓના અધિકારો માટે લડનારા અનેક પૂર્વ સરકારી કર્મચારીઓ પણ જોડાયા છે. તે કહે છે કે મહિલાઓના યોગદાનથી જ સમાજ આગળ વધી શકે છે. પરિણામે જો મહિલાઓ સમાજમાં યોગદાન નહીં આપે તો સમાજ પ્રગતિ નહીં કરી શકે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ તેમના જ દેશમાં નિર્વાસનમાં રહી રહી છે.