×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાન છોડી ગયેલા રાષ્ટ્રપતિ ગનીના ભાઈએ તાલિબાનને જાહેર કર્યુ સમર્થન


નવી દિલ્હી,તા.21.ઓગસ્ટ,2021

અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપતિ અશરફ ગનીના ભાઈએ હવે સત્તા પર આવેલા તાલિબાન સાથે હાથ મિલાવી લીધા છે. રિપોર્ટસ પ્રમાણે અશરફ ગનીના ભાઈ હશમત ગનીએ તાલિબાનીનેતા ખલીલ ઉર રહેમાન તે્મજ ધાર્મિક નેતા મુફતી મહેમૂદ ઝાકિરની હાજરીમાં તાલિબાનને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

અશરફ ગની તો પરિવાર સાથે હાલમાં યુએઈના અબુધાબીમાં છે.તેઓ પહેલા પાડોશી દેશ તાજિકિસ્તાન ગયા હતા પણ તાજિકિસ્તાને તેમના પ્લેન્ડને લેન્ડ થવા દીધુ નહોતુ.પાછળથી ગનીએ પોતાના દેશ છોડી દેવાના નિર્ણયનો બચાવ પણ કર્યો હતો.

ગની પર 1200 કરોડ રુપિયા સાથે લઈને ભાગી જવાનો આરોપ પણ લાગ્યો હતો.જોકે તેમણે આ આરોપોને ફગાવી દીધા છે.

બીજી તરફ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમુરલ્લા સાલેહએ પોતાને હવે કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કરી દીધા છે.

જોકે ગનીના ભાઈએ તાલિબાનને સમર્થન આપવા માટે કરેલી જાહેરાતને અફઘાન પ્રજાની પીઠમાં ખંજર ભોંકવા સમાન ગમાવવામાં આવી રહી છે.