×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને એરલિફ્ટ કરવા કાબુલ પહોચ્યું C-17 ગ્લોબમાસ્ટર

કાબુલ, 16 ઓગસ્ટ 2021 સોમવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવતા જ હજારો લોકો બીજા દેશોમાં પલાયન કરીને શરણ લેવાનાં પ્રયાસો કરવા લાગ્યા છે, ભારત, અમેરિકા સહિત અન્ય દેશોએ પણ પોતાનાં લોકોને પરત બોલાવવાનું શરૂ કરી દીધું છે, આ ક્રમમાં ભારતીય એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન પણ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે કાબુલ પહોચ્યું છે.

આ વિમાન અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતનાં લગભગ 500 અધિકારીઓ અને સિક્યોરિટી સાથે સંકળાયેલા સ્ટાફને એરલિફ્ટ કરશે.

C-17 ગ્લોબમાસ્ટર વિમાન સોમવારે સવારે તાઝિકિસ્તાનમાં લેન્ડ થયું, ખરેખર તો કાબુલ એરપોર્ટ પર ધાંધલ-ધમાલનો માહોલ હતો, જો કે અમેરિકાનાં સુરક્ષાદળોએ અહીં પરિસ્થિતી નિયંત્રણમાં લીધી ત્યાર બાદ જ વિમાન કાબુલમાં લેન્ડ કરી શક્યું.

આ પહેલા દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ, તેમાં ભારતીય દુતાવાસ અને અહીં રહેતા કર્મચારીઓનાં વિકલ્પો અને ભવિષ્યની કાર્યવાહી પર ચર્ચા થઇ, બીજી તરફ ભારતીય દળ અફઘાનિસ્તાનમાં રહેલા અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે, જેથી તે ભારત માટે ઉડાન ભરવા માટે એરપોર્ટ આવી શકે.

અત્રે ઉલ્લેખનિય છે કે વિશ્વનાં અન્ય દેશો જેવા કે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ તથા ન્યૂઝીલેન્ડએ પણ પોતાનાં નાગરિકોને પરત લાવવા માટે ખાસ વિમાનો અફઘાનિસ્તાન રવાના કર્યા છે.