×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનમાં તાલિબાનને સત્તામાં સાથનું આમંત્રણ


તાલિબાને 11 પ્રાંતો, ઉત્તરના બધા પોલીસ સ્ટેશનો પર કબજો જમાવ્યો

સ્થિતિ વણસતાં અફઘાન સરકાર ઘૂંટણીએ

તાલિબાન કાબુલથી હવે માત્ર 130 કિમી દુર, સરકાર ભીંસમાં

તાલિબાની આતંકીઓ પાસે અફઘાનિસ્તાની સૈન્યના હથિયારો, ટેંકો સહિતની યુદ્ધ સામગ્રી આવી જતા ભયનો માહોલ : અમેરિકાએ હાથ ઉંચા કર્યા

આતંકવાદીઓને મનાવવા અફઘાનિસ્તાને મધ્યસ્થતા માટે કતારની મદદ લીધી

તાલિબાનના હુમલા બાદ અફઘાનિસ્તાનમાં પાંચ લાખથી વધુ લોકો વિસ્થાપિત : યુએન 

કાબુલ : તાલિબાની આતંકીઓએ અફઘાનિસ્તાનના 11 પ્રાંતો પર કબજો કરી લીધો છે. સાથે જ પુરા ઉત્તર અફઘાનિસ્તાનના પોલીસ સ્ટેશનો પર પણ કબજો કરી લીધો છે. જેને પગલે ભીસમાં આવેલી અફઘાનિસ્તાન સરકારે હવે તાલિબાનને સરકારમાં ભાગીદારી આપવાનો નિર્ણય કર્યો છે.

અને ગઠબંધન વાળી સરકાર ચલાવવા તૈયાર થઇ ગયું છે. આ માટે અફઘાનિસ્તાન કતરની મદદ લઇ રહ્યું છે. તાલિબાની આતંકીઓને અપીલ કરી છે કે તેઓ હિંસાને રોકે અને સરકારમાં ભાગીદાર બનવા માટે અમારી સાથે વાતચીત કરે. 

બીજી તરફ તાલિબાને કાબુલથી માત્ર 130 કિમી દુર આવેલા ગજની શહેર પર કબજો કરી લીધો છે. જે બાદ હેરાત પોલીસ હેડક્વાર્ટર પણ તાલિબાનના હાથમાં આવી ગયું છે. જ્યારે ગુરૂવારે વધુ એક પ્રાંત તાલિબાનના કબજામાં આવી ગયું છે,

માત્ર એક જ સપ્તાહમાં તાલિબાને 10 પ્રાંત હડપી લીધા છે. જે ગજની શહેર પર કબજો કર્યો છે તે કાબુલ-કંદહાર હાઇવે પર આવેલુ છે. દક્ષિણ અફઘાનિસ્તાનમાં પ્રવેશ દ્વાર તરીકે ગજની શહેર જાણીતુ છે.

એટલે કે તાલિબાને અફઘાનિસ્તાનના ઉત્તર વિસ્તાર બાદ હવે દક્ષિણ વિસ્તાર પર કબજો કરવા ચડાઇ કરી દીધી છે. સરકારે હવે પશ્ચિમી અને ઉત્તરી અફઘાનિસ્તાનને ખોઇ દીધુ છે. તાલિબાને દાવો કર્યો છે કે તેણે બખ્તરબંધ વાહનો, મોટા પાયે હિથયારો, ડ્રોન વગેરેને જપ્ત કરીને પોતાના કબજામાં લઇ લીધા છે. જેનો ઉપયોગ હવે અફઘાનિસ્તાની સૈન્ય સામે કરવામાં આવશે.

દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાની આતંકીઓએ હિંસા શરૂ કરી છે ત્યારથી લઇને અત્યાર સુધીમાં ચાર લાખ નાગરિકો સૃથળાંતર કરવા માટે મજબુર થયા છે. તેમની પાસે હાલ ના તો કોઇ ઘર છે ના અન્ય કોઇ મદદ મળી રહી છે. 

અફઘાનિસ્તાનમાં ઘણા વર્ષોથી અમેરિકાએ સૈન્ય તૈનાત કર્યું હતું, જેને પહેલી મેથી પરત લઇ લેવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મે મહિનાથી જ તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાન પર ચડાઇની શરૂઆત કરીને હુમલા કરવા લાગ્યા હતા. અને ઓગસ્ટ મહિનામાં માત્ર એક જ સપ્તાહમાં તેણે 10 જેટલા પ્રાંત પર કબજો કરી લીધો હતો.

બીજી તરફ હવે અફઘાનિસ્તાન કતારની મદદ લઇ રહ્યું છે અને તાલિબાનીઓ સાથે ગઠબંધન કરીને સરકાર બનાવવા તૈયાર થઇ ગયું છે. જોકે એક સમયના મિત્ર દેશ અમેરિકાએ હાથ ઉંચા કરી લીધા છે અને અફઘાનિસ્તાનને હાલ કોઇ જ મદદ કરવાની ના પાડી દીધી છે. હાલ તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલથી હવે માત્ર 130 કિમી દુર છે.  જેને પગલે સરકાર ઘૂંટણીએ પડી ગઇ છે.  

તાલિબાને સૌથી મહત્વના ગજની અને હેરાત પર કબજો કર્યો, અનેક શહેરોમાં ભીષણ ઘર્ષણ 

ગજની પ્રાંતના ગજની શહેર પર પણ તાલિબાને કબજો કરી લીધો હતો. જ્યારે અનેક મોટા શહેરોમાં હાલ તાલિબાની આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભીષણ ઘર્ષણ ચાલી રહ્યું છે.  

ગજનીના પ્રાંતીય પરિષદના સભ્ય અમાનુલ્લાહ કામરાનીએ કહ્યું હતું કે જ્યારે તાલિબાની આતંકીઓએ ગજની શહેરમાં પ્રવેશ કર્યો ત્યારે સૃથાનિક પ્રાંત ગવર્નર અને પોલીસ વડાએ સરેંડર કરી દીધુ હતું અને તાલિબાન સાથે ડીલ કરીને પોતે ભાગી ગયા હતા. 

તાલિબાને એક વીડિયો પણ જાહેર કર્યો છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે તાલિબાની આતંકીઓ અને ગવર્નર વચ્ચે સોદો થયો હતો તેથી જ તાલિબાનીઓએ ગવર્નરના કાફલાને અટકાવ્યો નહોતો. હાલ તાલિબાની આતંકીઓ અને સૈન્ય વચ્ચે મહત્વપૂર્ણ ગણાતા કંદહારમાં પણ ઘર્ષણ ચાલી રહ્યું છે. અને ગમે ત્યારે તેના પર તાલિબાન કબજો કરવાની તૈયારીમાં છે.