×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનમાં ઠંડીનો હાહાકાર, 8 દિવસમાં 70 લોકોના અને 70 હજાર પશુઓના મોત

Image : UNHCRAfghanistan

હાલના દિવસોમાં અફઘાનિસ્તાનમાં ભયકંર ઠંડી પડી રહી છે. તાપમાન ખુબ જ નીચુ જતું રહ્યુ છે. સ્થિતિ એ છે કે પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. આ કારણે દેશભરમાં મોટી સંખ્યામાં મોત થયા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યુ હતું કે આટલી ભયાનક ઠંડી ક્યારેય પણ પડી નથી. 

છેલ્લા ઘણા દિવસોથી તાપમાન ઘટી રહ્યુ છે

અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાનમા ઘટાડો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ હતું કે અહી 10 જાન્યુઆરીથી તાપમાનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ અહીં પારો માઈનસ 33 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અફઘાનિસ્તાનના ગ્રામીણ વિસ્તારમાં અને બર્ફિલાવાળા વિસ્તારમાં ઠંડીથી બચાવવા માટે કોલસાના હિટર લગાવવામાં આવી રહ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યુ હતું કે ઠંડી હજુ પણ વધારે સમચ સુધી રહેવાની સંભાવના છે.

ઠંડીના કારણે જનજીવન પર માઠી અસર થઈ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયે જણાવ્યું હતું કે છેલ્લા 8 દિવસમાં 70 લોકો અને 70,000 પશુઓના મોત થયા છે. ઠંડીના કારણે ગરીબ વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકો ઠંડીથી બચવા માટે સરકાર દ્વારા પ્રગટાવવામાં આવેલા બોનફાયરની નજીક ઉમટતા જોવા મળી રહ્યા હતા. અમેરિકાની સેના હટી ગયા બાદ અને તાલિબાનીઓના સત્તા સંભાળ્યા પછી દેશમાં આ બીજો શિયાળો છે. જો કે જ્યારથી તાલિબાનોએ સત્તા સંભાળી છે ત્યારથી યુ.એસ.એ મુખ્ય રાષ્ટ્રીય સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી છે. જેના કારણે દેશમાં મોટું સંકટ ઉભું થયું છે.  એટલું જ નહીં લોકો ભારે આર્થિક તંગીનો અને ગરીબીનો પણ સામનો કરી રહ્યા છે.