×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનમાંથી દેશનિકાલ કરાયેલા લોકોને આ 12 દેશો આશ્રય આપશે

વોંશિગ્ટન, 21 ઓગસ્ટ 2021 શનિવાર

અફઘાનિસ્તાનમાંથી દેશ નિકાલ કરાયેલા અફઘાન નાગરિકોને ઓછામાં ઓછા 13 દેશ હંગામી ધોરણે આશ્રય આપી શકે છે, અમેરિકા તથા અન્ય લગભગ 12 દેશોએ આવા લોકો માટે ખાસ વ્યવસ્થા કરી છે.

અમેરિકાનાં વિદેશ પ્રધાન બ્લિંકને એક નિવેદનમાં કહ્યું કે સંભવિત અફઘાન શરણાર્થીઓ કે જેમના પુનર્વાસની વ્યવસ્થા કરવામાં આવી નથી, તેમને અલ્બાનિયા, કેનેડા, કોલંબિયા, કોસ્ટારિકા, ચીલી, કોસોવો, ઉત્તર મકદૂનિયા, મેક્સિકો, પોલેન્ડ, કતાર, રવાન્ડા, અને યુગાન્ડામાં સેન્ટરોની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દેશો ઉપરાંત બહેરિન, બ્રિટન, ડેનમાર્ક, જર્મની, ઇટાલી, કઝાકિસ્તાન, કુવૈત, કતાર, તાઝિકિસ્તાન, તુર્કી, યુએઇ, અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.

બ્લિંકને કહ્યું, અમે અન્ય  દેશો દ્વારા મદદ પ્રદાન કરવાનાં વિચારથી ખુશ છિએ, વિદેશોમાં અમેરિકાનાં નાગરિકોની સુરક્ષા અને સહયોગી દેશોનાં નાગરિકો તથા જોખમ ધરાવતા અફઘાનો પ્રત્યે પોતાની પ્રતિબધ્ધતાઓ પુરી કરવાથી મોટી હાલ અમારી કોઇ અન્ય પ્રાથમિક્તા નથી.